Site icon Revoi.in

વિદેશ મંત્રી એસ જયશંકર આજ થી 28 મે સુધી અમેરિકાના પ્રવાસે  

Social Share

 દિલ્હી : ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર આજે એટલે કે 24 મે થી અમેરિકાના પ્રવાસ પર છે. તેમનો 5 દિવસીય પ્રવાસ 28 મે સુધી શરૂ રહેશે, જેમાં તે કોરોનાથી સંબંધિત સહયોગ વિશે વાત કરશે.પોતાના પ્રવાસની શરૂઆત કરતા એસ જયશંકર ન્યૂયોર્ક પહોંચ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ સમય દરમિયાન વિદેશ મંત્રી અમેરિકી નેતાઓ અને અન્ય હોદ્દેદારો સાથે પણ વેક્સિન ખરીદવા માટે વાતચીત કરી શકે છે.આ સમય દરમિયાન તે ન્યૂ યોર્કમાં યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુતારેસને મળશે. આ પછી તે અમેરિકન સમકક્ષ એન્ટોની બ્લિંકનને પણ મળશે.

અમેરિકાએ પહેલે થી જ જાહેરાત કરી દીધી છે કે, તે પોતાના સ્ટોકમાંથી 80 મિલિયન કરોડ રસીઓને જરૂરિયાતમંદ દેશોમાં વહેંચવા જઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, યુએસ પાસે 60 મિલિયન એસ્ટ્રાઝેનેકા રસી અને ફાઇઝર, મોર્ડન અને જોનસન એન્ડ જોનસન COVID-19  વેક્સિનનો સ્ટોક છે.

કોવિડ -19 વાયરસ સામે ભારતની લડતમાં યુનાઇટેડ સ્ટેટ્સ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. તે પહેલાથી જ ભારતને મોટા ઓક્સિજન કંસટ્રેટર, રેમેડિસવીર જેવી મહત્વપૂર્ણ દવાઓ આપી ચુક્યું છે. આ સાથે તે રસી બનાવતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા માટે પણ કાચો માલ પૂરો પાડ્યો છે, જે કોવિશિલ્ડનું ઉત્પાદન કરે છે.