Site icon Revoi.in

રાષ્ટ્રધ્વજનું અપમાન કરતી પોસ્ટ મુકનારા ફિલ્મ ડાયરેક્ટર અવિનાશ દાસની ધરપકડ

Social Share

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કરોડો રૂપિયાની રોકડ સાથે ઝડપાયેલા ઝારખંડના સસ્પેન્ડ આઇએઅએસ પુજા સિંઘલનો પાંચ વર્ષ પહેલાનો ફોટો થોડા દિવસ પહેલાનો દર્શાવીની ટ્વીટર મુકનાર ફિલ્મ ડાયરેક્ટર અવિનાશ દાસની અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મુંબઈથી ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે અને તેમને અમદાવાદ લાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. ફિલ્મ ડાયરેક્ટર સામે અમદાવાદમાં ગુનો નોંધાયો હતો. એટલું જ નહીં ડાયરેક્ટરે સોશિયલ મીડિયામાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરતી પોસ્ટ મુકતા પણ ગુનો નોંધાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર હિન્દી ફિલ્મના ડાયરેક્ટર અવિનાશ દાસે સોશિયલ મીડિયા ઉપર 8મી મે ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ઝારખંડના સસ્પેન્ડેડ આઇએએસ પુજા સિંઘલનો એક ફોટો પોસ્ટ કરીને લખ્યુ હતું મહિલા અધિકારીના ઘરેથી કરોડોની રોકડ મળી આવી તેના થોડા દિવસ પહેલાનો ફોટો છે. જો કે, આ પોટો પાંચ વર્ષ જૂનો હતો. આમ કેન્દ્રીય ગૃહ મંત્રીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. પૂર્વ ઉચ્ચ અધિકારી પૂજા સિંઘલના ઘરેથી કરોડોની રોકડ રકમ મળી આવી હતી. આ ઉપરાંત અવિનાશ દાસે 17મી માર્ચના રોજ રાષ્ટ્રધ્વજનું અપમાન થાય તેવી પોસ્ટ મુકી હતી. જેનો પણ ગુનો નોંધાયો હતો. અમત શાહ અને પૂજા સિંઘલના ફોટાના કેસમાં અમદાવાદ ક્રાઈમબ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ આરંભી હતી. તેમજ અગાઉ ક્રાઈમબ્રાન્ચે મુંબઈમાં ધામા નાખીને બે વખતે ઘરે તપાસ કરી હતી. જો કે, ફિલ્મ ડાયરેક્ટર મળી આવ્યાં ન હતા. દરમિયાન તેઓ કારમાં ઓફિસ જતા હોવાની માહિતીના આધારે ક્રાઈમબ્રાન્ચે તપાસ આરંભીને તેમને મુંબઈથી ઝડપી લીધા છે. તેમજ તેમને અમદાવાદ લાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે.