Site icon Revoi.in

દિલ્હીની કોર્ટમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યોઃ યુવાને ‘તારીખ પે તારીખ’નો ડાયલોગ બોલી મચાવ્યો હંગામો

Social Share

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની એક કોર્ટમાં તાજેતરમાં જ ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોવાની ઘટના સામે આવી છે. લાંબા સમયથી કેસ ચાલકો હોવાથી કંટાળેલા યુવાને કોર્ટ રૂમમાં ગુસ્સામાં ફિલ્મ અભિનેતા સન્ની દેઓલનો ડાયલોગ તારીખ પે તારીખ બોલીને હંગામો મચાવ્યો હતો. જેથી કોર્ટ રૂમમાં હાજર લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર રાખેસ નામની વ્યક્તિનો એક કેસ વર્ષ 2016થી કોર્ટમાં ચાલી રહ્યો છે. દરમિયાન તાજેતરમાં આ કેસની સુનાવણીમાં ઉપસ્થિત રાકેશ અચાનક ગુસ્સે ભરાયો હતો. તેમજ કોર્ટ રૂમની અંદર જ તારીખ પે તારીખનો ડાયલોગ બોલીને હંગામો મચાવ્યો હતો. તેમજ કોર્ટ રૂમના ફર્નિચર અને કોમ્પ્યુટરની તોડફોડ કરી હતી. જેથી કોર્ટ રૂમમાં હાજર જજ અને વકીલો પણ ચોંકી ઉઠ્યાં હતા. જજે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને રાકેશને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે જણાવ્યું કે રાકેશ લાંબા સમયથી કેસ ચાલતો હોવાથી પરેશાન થતાં તેણે આ પગલુ ભર્યું હતું. હાલ તેને ન્યાયીક હિરાસતમાં મોકલવામાં આવ્યો છે.

Exit mobile version