Site icon Revoi.in

નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2025-26 રજૂ કરશે

Social Share

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2025-26 રજૂ કરશે. મુખ્ય આર્થિક સલાહકારના માર્ગદર્શન હેઠળ નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા આ સર્વે તૈયાર કરવામાં આવ્યો છે. આ આર્થિક સર્વેક્ષણ દેશની વર્તમાન આર્થિક સ્થિતિ અને ભવિષ્યના દ્રષ્ટિકોણની એક વ્યાપક સમીક્ષા છે.

કેન્દ્રીય બજેટ 2026-27 રવિવારે રજૂ કરવામાં આવશે. બજેટ સત્રનો પહેલો તબક્કો આગામી મહિનાની 13મી તારીખ સુધી ચાલશે. જ્યારે બજેટનો બીજો તબક્કો 9મી માર્ચથી 2જી એપ્રિલ સુધી યોજાશે. આ સમગ્ર બજેટ સત્ર દરમિયાન કુલ 30 બેઠકો મળશે.

Exit mobile version