Site icon Revoi.in

ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોને વિવિધ યોજનાઓમાં નાણાકીય સહાયમાં વધારો કરાયો

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રિય સંરક્ષણ મંત્રી  રાજનાથ સિંહે  ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારો માટે સહકાર પ્રણાલીને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ યોજનાઓમાં નાણાકીય સહાયમાં નોંધપાત્ર વધારો કરવાની મંજૂરી આપી છે.સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ભૂતપૂર્વ સૈનિકોની વિધવાઓને વ્યાવસાયિક તાલીમ અનુદાન યોજના હેઠળ આપવામાં આવતી નાણાકીય સહાય 20 હજાર રૂપિયાથી વધારીને 50 હજાર રૂપિયા કરવામાં આવી છે.

નોન-પેન્શન પાત્ર ભૂતપૂર્વ સૈનિકો અથવા તેમની વિધવાઓને હવે ઉન્નત તબીબી અનુદાન મળશે, જેની રકમ ત્રીસ હજારથી વધારીને પચાસ હજાર રૂપિયા  કરવામાં આવશે. બિન-પેન્શનપાત્ર ભૂતપૂર્વ સૈનિકો અથવા તેમની વિધવાઓ માટે ગંભીર બીમારી અનુદાનની રકમ 1 લાખ 25 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ 50 હજાર રૂપિયા કરવામાં આવી છે.

દેશમાં ભારતીય જવાનોને આધુનિક સુવિધાઓ મળી રહે તે માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં પૂર્વ ભારતીય જવાનો અને તેમના પરિવારજનોને પણ કોઈ સમસ્યા ના સર્જાય અને તેમનું જીવન ધોરણમાં ઉંચુ આવે તે માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેથી ભારતીય જવાનો અને પૂર્વ જવાનો માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવ્યો છે, અને તેમનો લાભ ભારતીય જવાનો અને તેમના પરિવારજનોને મળી રહે તેવુ આયોજન કરવામાં આવ્યું છે.