Site icon Revoi.in

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગ, સદનસીબે જાનહાની ટળી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આગની ઘટનાઓમાં વધારો થયો છે. રવિવારે અમદાવાદ શહેર અને જિલ્લામાં આગની 3 ઘટનાઓ બની હતી. દરમિયાન રાજધાની ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. હોસ્પિટલના ગાયનેક વિભાગની ઓપીડીમાં સામાન્ય આગ લાગી હતી. શોર્ટ સરકીટના કારણે આગ લાગી હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વિભાગની ઓપીડીમાં એસીમાં આગ લાગી હતી. જેથી નાસભાગ મચી ગઈ હતી. આગની ઘટનાને પગલે તમામને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યાં હતા. આગની ઘટનાને પગલે હોસ્પિટલમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતા. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. એસીમાં શોર્ટ સરકીટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. આ બનાવની જાણ થતા હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. ફાયરબ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.