Site icon Revoi.in

આસામ અને બંગાળમાં આજથી પ્રથમ તબક્કાના મતદાનનો આરંભ -પીએમ મોદીએ બાંગ્લા ભાષામાં ટ્વિટ કરીને કહ્યું, ‘રેકોર્ડ મતદાન કરો’

Social Share

દિલ્હી – આજથી પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. આજ રોજ બંગાળના 5 જિલ્લાની 30 વિધાનસભા બેઠકો માટે મતદાન થવા જઈ રહ્યું છે, જ્યારે આસામની 47 બેઠકો માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. શનિવારે મતદાન શરૂ થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આસામ અને પશ્ચિમ બંગાળના મતદારોને રેકોર્ડ મતદાન કરવા અપીલ કરી હતી.

વડા પ્રધાન મોદીએ આસામ અને બંગાળના મતદારોને અપીલ કરી છે કે તમામ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે યુવાનોને ખાસ અપીલ કરી અને કહ્યું કે હું બધા યુવા મિત્રોને મતદાન કરવા વિનંતી કરું છું.

આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ લોકોને નિડર થઈને મતમાં ભાગ લેવાની અપીલ કરી છે. અમિત શાહે કહ્યું હતું કે, “હું પશ્ચિમ બંગાળના પ્રથમ તબક્કાના મતદારોને અપીલ કરું છું કે બંગાળના ગૌરવને પુનઃસ્થાપિત કરવા નિડર થઈને વધુને વધુ સંખ્યામાં મતદાન કરો.” તમારો એક મત સુભાષચંદ્ર બોઝ, ગુરુદેવ ટાગોર અને શ્યામા પ્રસાદ મુખર્જી જેવા મહાન પુરુષોના કલ્પનાના બંગાળની રચનાનો સ્વીકાર કરશે. ”

ઉલ્લેખનીય છે કે,પશ્ચિમ બંગાળના બાંકુરા, પુરૂલિયા, ઝારગ્રામ, પશ્ચિમ અને પૂર્વ મિદનાપુર જિલ્લાની 30 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. બીજી તરફ, આસામમાં 47 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આસામમાં વિધાનસભાની કુલ 126 બેઠકો છે, જેમાંથી પહેલા તબક્કામાં 47 બેઠકો ચૂંટણી યોજાનારી છે. આ બેઠકો ઉચ્ચ આસામના 12 જિલ્લાઓમાં અને બ્રહ્મપુત્રાની ઉત્તરીય કાંઠે છે.

સાહિન-