Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં લવજેહાદના કેસમાં પ્રથમ સજાઃ આરોપી યુવાનને કોર્ટે 10 વર્ષની સજા ફરમાવી

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશના કાનપુરમાં મુસ્લિમ યુવાને પોતાનું નામ અને ધર્મ છુપાવીને હિન્દુ ધર્મની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ તેનું અપહરણ કરીને બળજબરી રીતે લગ્ન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં કોર્ટે આરોપીને ગુનેગાર ઠરાવીને 10 વર્ષની સજા ફરમાવી હતી. આમ ઉત્તરપ્રદેશમાં લવ જેહાદના કેસમાં આ પ્રથમવાર સજા થઈ હોવાનું મનાઈ રહ્યું છે.

આ આખો મામલો તા. 15 મે 2017નો છે. જુહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુચી બસ્તીમાં રહેતી કિશોરીને જાવેદ નામના મુસ્લિમ યુવકે પોતાની અસલ ઓળખ છુપાવીને હિન્દુ તરીકે ઓળખ આપી હતી. જાવેદએ સગીરાને પોતાની મુન્ના તરીકે ઓળખ આપી હતી. તેમજ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપી હતી. તેમજ અપહરણ કરીને ભગાડી ગયો હતો. દરમિયાન સગીરા ગુમ થયાની પીડિતાના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને ગતણરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

પીડિતાની માતાએ પોસ્કો એક્ટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. તેમજ બળાત્કારનો ગુનો નોંધાવ્યો હતો. આ કેસમાં પીડિતાનું કોર્ટ સમક્ષ નિવેદન લેવામાં આવ્યું હતું. જેમાં પીડિતાએ કહ્યું હતું કે, આરોપી જાવેદએ પોતાની ઓળખ છુપાવીને હિન્દુ તરીકે ઓળખ આપી હતી. તેમજ મુન્નાનું નામ ધારણ કરીને મિત્રતા કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલે આરોપી સામે સાક્ષીઓ તપાસીને દસ્તાવેજી પુરાવા રજૂ કર્યાં હતા. તેમજ આરોપીને આકરી સજા કરવાની રજૂઆત કરી હતી. જો કે, બચાવપક્ષના વકીલે આરોપીનો બચાવ કર્યો હતો.