Site icon Revoi.in

સૌરાષ્ટ્ર્રના રાજકોટ, ભાવનગર સહિત પાંચ રેલવે સ્ટેશનોનું રિ–ડેવલપમેન્ટ કરાશે

Social Share

રાજકોટઃ રેલવે મંત્રાલયે દેશના 49 રેલવે સ્ટેશનનો રિ–ડેવલપમેંટ કરવાનો નિર્ણય કર્યેા છે. જેનું કામ આરએલડીએને સોંપવામાં આવ્યું છે. આરએલડીએ પહેલેથી જ ભારત સરકારના સ્માર્ટ સિટી પ્રોજેકટ હેઠળ આવતા 60 રેલવે સ્ટેશનના વિકાસ કાર્ય કરી રહ્યું છે. ત્યારે હવે દેશના કુલ 109 રેલવે સ્ટેશનનોનું રિ–ડેવલપમેંટ થશે. જેમાં ગુજરાતના પણ પાંચ રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જામનગર, ભાવનગર, ગાંધીધામ, જૂનાગઢ અને રાજકોટના રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, રેલવે  સ્ટેશન પુનઃ વિકાસ વિસ્તૃત આંતરિક શહેરી વિકાસ સાથે જોડાયેલો  છે. આ સ્ટેશનોનો પુન:વિકાસ મુસાફરોના વિશ્વસ્તરની સુવિધાઓ આપશે. અને તેમની મુસાફરીને શ્રેષ્ઠ બનાવશે. આરએલડીએ હાલમાં જ પૂરી અને લખનઉ રેલવે સ્ટેશનો માટે પુન:વિકાસ પ્રક્રિયામાં ભાગ લેવા માટે યોગ્ય ડેવલપર્સ પાસેથી બિડ આમંત્રિત કરવા માટે આરએફકયુની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આ તમામ રેલવે સ્ટેશન પીપીપી મોડલ હેઠળ પુન:વિકાસ કરવામાં આવશે.

ભારતીય રેલવે પાસે સમગ્ર દેશમાં લગભગ 43 હજાર હેકટર ખાલી જમીન છે. સાથે જ આરએલડીએ વર્તર્માનમાં 84 રેલવે કોલોનીનું પુન:વિકાસ પ્રોજેકટને સંભાળી રહ્યું છે. હાલમાં જ પુન:વિકાસ માટે ગુવાહાટીમાં રેલવે કોલોનીને લીઝ પર લીધી છે. આરએલડીએ પાસે લીઝ પર આપવા માટે દેશભરમાં 100 કોમર્શિયલ ગ્રીનફિલ્ડ સાઈટ છે. અને પ્રત્યેક માટે પાત્ર ડેવલપર્સને એક પારદર્શિ બિડ પ્રક્રિયાના માધ્યમથી પસદં કરવામાં આવ્યાં છે. દેશના કુલ 109 રેલવે સ્ટેશનનોનું રિ–ડેવલપમેંટ થશે. જેમાં ગુજરાતના પણ પાંચ રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જામનગર, ભાવનગર, ગાંધીધામ, જૂનાગઢ અને રાજકોટના રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.