Site icon Revoi.in

પીલીભીતમાં પૂરની પરિસ્થિતિઃ BJPના સાંસદ વરૂણ ગાંધીએ યોગી સરકારને કર્યો અણીયારો સવાલ

Social Share

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં પૂરની પરિસ્થિતિને લઈને ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ યોગી સરકારની ટીપ્પણી કરી હતી. પોતાના મત વિસ્તાર પીલીભીતમાં ભારે વરસાદને કારણે ઉભી થયેલી પૂરની સ્થિતિને લઈને ઉત્તરપ્રદેશ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ સવાલ કર્યો હતો કે, જો સામાન્ય નાગરિકને તેની હાલત ઉપર છોડી દેવામાં આવે તો સરકારનો અર્થ શું ? ભાજપના સાંસદ વરૂણ ગાંધી અવાર-નવાર યોગી સરકારની નીતિઓની ટીપ્પણી કરે છે.

ભાજપના સિનિયર નેતા વરૂણ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, તરાઈનો મોટાભાગનો વિસ્તારમાં પૂરમાં પ્રભાવિત થયો છે. પૂરમાં અસરગ્રસ્તોને રાશન આપવામાં આવ્યું છે. જેથી કોઈ પરિવાર ભૂખ્યો ન રહે, પરંતુ દુઃખની વાત એ છે કે, સામાન્ય નાગરિકોને વહીવટી તંત્રની સૌથી વધારે જરૂર હોય ત્યારે તેને તેની પરિસ્થિતિ ઉપર છોડી દેવામાં આવે છે. જો સામાન્ય નાગરિકોને જ પોતાની વ્યવસ્થા કરવાની હોય તો સરકારનો અર્થ શું ?, ઉત્તરપ્રદેશના પીલીભીત, લખીમપુર ખીરી અને બરેલી જિલ્લાના અનેક ગામો ભારે વરસાદને કારણે ટાપુમાં ફેરવાયાં છે. તેમજ પૂરમાં મોટી સંખ્યામાં રહેણાક મકાનોને અસર થઈ છે.

પીલીભીતની શારદા નદીમાં પુરના કારણે 500થી વધારે ગ્રામજનોને બહાર કાઢીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. આ કામગીરીમાં સેનાની મદદ લેવામાં આવી હતી. વરૂણ ગાંધીએ પૂરમાં અસરગ્રસ્ત લોકોને નુકશાનીનું વળતર ચુકવવાની પણ માંગણી કરી છે. આમ વરૂણ ગાંધીએ યોગી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં છે. તાજેતરમાં જ ભાજપાની રાષ્ટ્રીય કાર્યકારીણીમાં વરૂણ ગાંધીને બહાર કરવામાં આવ્યાં બાદ તેઓ નારાજ થયાનું મનાઈ રહ્યું છે.