Site icon Revoi.in

કારની હેડલાઇટ ને વધારે યોગ્ય બનાવવા આ ટિપ્સ અનુસરો…

Social Share

રાત્રે ડ્રાઇવિંગ ઘણીવાર માથાનો દુખાવા સમાન બની રહે છે. જ્યારે કારની હેડલાઇટ સંપૂર્ણપણે કામ કરતી નથી ત્યારે ડ્રાઇવિંગ વધુ મુશ્કેલ બની જાય છે. રાત્રે કાર ચલાવતી વખતે સારી હેડલાઇટ ડ્રાઇવરની ઘણી સમસ્યાઓ દૂર કરે છે. આ ઉપરાંત  તે સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાહનની સારી હેડલાઇટ રસ્તા પર વાહન ચલાવવામાં મદદ કરે છે. તેમ છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરોના રસ્તાઓ અને હાઈવેમાં ઘણો સુધારો થયો છે. પરંતુ રોડ પર વાહન હંકારતા ચાલકો માટે હેડલેમ્પ હજુ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે આપના વાહનની હેડલાઇટની કાર્યક્ષમતામાં સુધારો કરીને રાત્રિની મુસાફરીને વધુ સુરક્ષિત બનાવી શકો છો. આ માટે કારની હેડલાઈટને લઈને કેટલીક ટિપ્સ ધ્યાનમાં રાખવી પડશે.

સમયની સાથે કારની હેડલાઈટ યોગ્ય પ્રકાશ આપી શકતી નથી. આવી સ્થિતિમાં, તમારે સમયાંતરે હેડલાઇટ સાફ કરતા રહેવું જોઈએ. આ માટે તમે ખાસ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરી શકો છો. પાણી અને સર્ફનો પણ ઉપયોગ કરી શકે છે.

રાત્રે ડ્રાઇવિંગ કરતા પહેલા કારની જૂની હેડલાઇટ બદલો. તેના બદલે નવી હેડલાઇટનો ઉપયોગ કરો. નવી હેડલાઇટ સ્પષ્ટ અને તેજસ્વી પ્રકાશ પ્રદાન કરશે.

હેલોજન હેડલાઇટને બદલે, તમે કારના હેડલેમ્પ્સમાં એલઇડી લાઇટનો ઉપયોગ કરી શકો છો. એલઇડી લાઇટ્સમાં વધુ સારી કાર્યક્ષમતા અને આયુષ્ય હોય છે. આ ઉપરાંત તે કારની બેટરીનો પણ ઓછો ઉપયોગ કરે છે.

રાત્રે ડ્રાઇવિંગ કરતી વખતે ધ્યાન રાખો કે, હેડલાઇટની દિશા સાચી છે. તેમજ તે સંપૂર્ણ રીતે કામ કરી રહી છે. આ સિવાય તમે વાહનમાં વધારાની હેડલાઇટ લગાવીને હેડલેમ્પને સુધારી શકો છો. તેમજ રાત્રિની મુસાફરીને સુરક્ષિત બનાવી શકે છે.

કારની હેડલાઇટ ઇલેક્ટ્રિક સિસ્ટમનું ધ્યાન રાખો. આ કારની હેડલાઇટની બ્રાઇટનેસને ખૂબ અસર કરે છે. આ સિસ્ટમમાં બેટરી, વાયર અને વધારાના વિકલ્પનો સમાવેશ થાય છે. જો કોઈ પણ પ્રકારની સમસ્યા થાય છે, તો તેને તરત જ ઠીક કરો. આમ કરવાથી હેડલાઇટની બ્રાઇટનેસ સુધારી શકાય છે.