Site icon Revoi.in

શ્રીલંકામાં ખાદ્ય સંકટઃ વિદેશથી આયાત થતી કેટલીક વસ્તુઓ ઉપર લગાવાયો પ્રતિબંધ

Social Share

દિલ્હીઃ શ્રીલંકા હાલ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આર્થિક સંકટની વચ્ચે શ્રીલંકાએ ખાદ્ય સંકટને લઈને આપાતકાલ જાહેર કર્યું છે. સરકાર પહેલા જ કેટલીક વસ્તુઓના આપાત ઉપર મનાઈ ફરમાવી ચુકી છે. બીજી તરફ લોકો ખાવા-પીવાની વસ્તુઓનો સ્ટોક કરી રહ્યાં છે. રાષ્ટ્રપતિ ગોટાબયા રાજપક્ષે ચીની ચોખા અને અન્ય આવશ્યક પદાર્થોની સંગ્રહખોરી અટકાવવા માટે નવા નિયમો લાગુ કરવાના નિર્દેશ કર્યાં છે.

શ્રીલંકામાં વિદેશી મુદ્દા ભંડારમાં ઝડપથી ઘટાડો થતા કૃષિ રસાયણો, કાર અને મુખ્ય મસાલો હળદરની આયાત ઓછી કરી દીધી છે. કોરોના મહામારીમાંથી બહાર આવવા સંઘર્ષ કરી રહેલું શ્રીલંકા પોતાનું મોટુ દેવુ ચુકવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. શ્રીલંકા વેપાર ખોટને ઓછી કરવા માટે ટુથબ્રશ, સ્ટ્રોબેરી, સિરકા, વેટ વાઈપ્સ અને ખાંટ સહિતની વિદેશથી આવતી વસ્તુઓ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિએ સેનાના એક અધિકારીને કઠોળ, ચોખા, ખાંડ અને અન્ય જીવનજરૂરી વસ્તુઓની આપૂર્તિના સમન્વય માટે આયુક્ત જનરલ તરીકે નિમણુંક કરી છે. આપાતકાલની જાહેરાતનું પગલુ ખાંડ, ચોખા, ડુંગળી અને બટાકાની કિંમતમાં થયેલા વધારા બાદ ભરવામાં આવ્યું હતું. જ્યારે દૂધ પાઉડર, કેરોસીન અને રસોઈ ગેસમાં અછતના કારણે દુકાનોની બહાર લાંબી લાઈનો લાગી છે.

શ્રીલંકાની આવકનો મુખ્યસ્ત્રોત પ્રવાસન ઉદ્યોગ છે પરંતુ કોરોના મહામારીને પગલે પ્રવાસનને વ્યાપક અસર થઈ છે. શ્રીલંકામાં સામાન્ય રીતે પ્રવાસ ઉદ્યોગ 30 લાખ લોકોને રોજગારી પુરી પાડે છે. અને જીડીપીમાં પાંચ ટકા હિસ્સો છે. કોરોનાને પગલે પ્રવાસન ઉદ્યોગને અસર થતા શ્રીલંકાએ મોટી માત્રામાં વિદેશી ઋણ પણ લીધું છે.