Site icon Revoi.in

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરએ મને ધર્મ પરિવર્તન કરવા દબાણ કર્યું હતુંઃ દાનિશ કાનેરિયા

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ સ્પિનર ​​દાનિશ કનેરિયાએ PCB પર ફરી એકવાર ગંભીર આક્ષેપ કર્યા છે. કનેરિયાએ પીસીબી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે પાકિસ્તાનની ટીમ મિત્રતાના આધારે બનાવવામાં આવી છે. તેણે કહ્યું કે, મને જે વખતે અમારી ટીમના કોઈપણ ખેલાડીએ સપોર્ટ કર્યો નથી. એટલું જ નહીં, શાહિદ આફ્રિદી મને ખૂબ હેરાન કરતો હતો અને મારા પર ધર્મ પરિવર્તન માટે દબાણ પણ કરતો હતો. તેણે કહ્યું કે જો મેં ધર્મ પરિવર્તન કર્યો હોત તો હું પાકિસ્તાન ટીમનો કેપ્ટન બની ગયો હોત. આજે હું આવી પરિસ્થિતિમાં ન હોત, પણ હું પાકો સનાતની છું.

પાકિસ્તાનના પૂર્વ ખેલાડી દાનિશ કનેરિયાએ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ભારતીય ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ પૂજા કરે છે. મોહમ્મદ શમી અને સિરાજ પણ નમાજ અદા કરે છે, પરંતુ તેઓ માત્ર દેખાડો કરવા માટે મેદાન પર ક્યારેય પુજા કે નમાજ અદા કરતા નથી. કનેરિયાએ કહ્યું કે, ભારત સામે પરાજય બાદ પાકિસ્તાનના કોચ કહ્યું હતું કે, દિલ-દિલ પાકિસ્તાન વગાડવાના બદલે તેઓએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. હું તેમણે કહેવા માગું છુ કે, જય શ્રી રામ એક અભિવાદન છે, અને રામના નામને લઈને આગનતુકને આવકારવામાં આવે છે.

કનેરિયાએ કહ્યું કે પાકિસ્તાનમાં જે કંઈ થઈ રહ્યું છે તેનો કોઈ રિપોર્ટ કરવામાં આવતો નથી, પરંતુ હું તેની સામે મારો અવાજ ઉઠાવતો રહીશ. હું સનાતની છું અને હિંદુઓ માટે મારો અવાજ ઉઠાવીશ. કનેરિયાએ કહ્યું કે જો મેં ધર્મ પરિવર્તન કર્યું હોત તો હું પાકિસ્તાન ટીમનો કેપ્ટન બની ગયો હોત. પરંતુ, પાકો સનાતની છું. હું સનાતન ધર્મનો આદર કરું છું. મને રોજગાર મળે કે ના મળે પરંતુ મારો ધર્મ મારા માટે સર્વસ્વ છે.