Site icon Revoi.in

TMCના પૂર્વ નેતા શાહજહાં શેખની કસ્ટડી CBIને સોંપાઈ, હાઈકોર્ટે બંગાળ પોલીસને કર્યો નિર્દેશ

Social Share

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં ચકચારી સંદેશખાલી પ્રકરણમાં ઝડપાયેલા મૂખ્ય આરોપી અને ટીએમસી નેતા શાહજહાં શેખની કસ્ટડી સીબીઆઈને સોંપવામાં આવી છે. શેખની સામે સંદેશખાલીમાં ખંડણી, જમીન પચાવી પાડવા અને યોનશોષણ સહિત અનેક ગુના નોંધાયેલા છે. કોલકતા હાઈકોર્ટે શેખની કસ્ટડી સીબીઆઈને સોંપવાનો આદેશકર્યો છે. મુખ્યન્યાયમૂર્તિ શિવગણનમએ કહ્યું કે, કેન્દ્રીય એજન્સી મામલો પોતાના હાથમાં લેશે. તેમણે બંગાળ પોલીસને શાહજહાં શેખ સામેના કેસમાં તમામ દસ્તાવેજ સાંજના 4.30 કલાક સુધીમાં સોંપવાનો આદેશ કર્યો છે.

શાહજહાં શેખ 5મી જાન્યુઆરીથી ભાગતો ફરતો હતો. જ્યારે ઈડીની ટીમ ઉપર શેખના સમર્થકોએ હુમલો કર્યો તે બાદ રાજકીય વિવાદ ઉભો થયો હતો. સત્તાધારી તૃણમૂલ ઉપર ભાજપાએ ગંભીર આક્ષેપ કરીને સીએમ મમતા બેનર્જીની પાર્ટી તેમને બચાવતી હોવાનો આરોપ લગાવ્યો હતો. 55 દિવસ ભૂગર્ભમાં રહ્યાં બાદ શાહજહાં શેખ આખરે પોતાના હાથે ચડ્યો હતો. બીજી તરફ ટીએમસીએ શેખને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો. હાઈકોર્ટના આદેશના 3 દિવસ બાદ પોલીસે શેખની ધરપકડ કરી હતી. અદાલતે સીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ ટીપ્પણી કરી હતી કે, ટીએમસી શાહજહાંની સુરક્ષા નથી કરતી પરંતુ કોર્ટ સ્ટે હટાવે પછી જોવો પોલીસ શું કરે છે. સાંસદની ટીપ્પણીની ગંભીર નોંધ લઈને કોર્ટે શાહજહાંની ધરપકડ માટે નિર્દેશ કર્યાં હતા.

તાજેતરમાં, પશ્ચિમ બંગાળમાં એક રેલી દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશખાલી કેસને લઈને તૃણમૂલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને તેના નેતા શાહજહાં શેખને બચાવવાનો આરોપ લગાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસે સંદેશખાલીના આરોપીઓને બચાવવા માટે તમામ પ્રયાસ કર્યા હતા. તેમણે કહ્યું કે સંદેશખાલીની ઘટનાઓ શરમજનક છે. તેમણે કહ્યું કે લગભગ બે મહિના સુધી મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે સંદેશખાલીની બહેનો સાથે ટીએમસીએ જે કર્યું તે જોઈને આખા દેશની જનતામાં ગુસ્સો છે.