Site icon Revoi.in

દુનિયામાં ઝડપથી વિકસતા શહેરોમાં ગુજરાતનો ડંકોઃ ચાર શહેરોનો સમાવેશ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જોરદાર વિકાસ થયો છે તેની નોંધ દુનિયાના વિવિધ દેશોએ પણ લીધી છે. દરમિયાન દુનિયામાં ઝડપથી વિકસતા મુખ્ય 100 શહેરોમાં ગુજરાતના 4 શહેરોનો સમાવેશ થાય છે. જ્યારે ભારતમાં 25 શહેરોએ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર થોડા દિવસ અગાઉ થયેલી મેયર કાઉન્સિલની ગ્લોબલ સમીટમાં આ તથ્યો સામે આવ્યા છે. આ યાદીમાં વર્ષ ૨૦૦૬ થી ૨૦૨૦ દરમિયાન શહેરોના વિકાસદરનાં આધારે દુનીયાભરમાંથી મુખ્ય 100 શહેરોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં ૨૫ શહેર માત્ર ભારતના જ છે. લોકોનાં જીવન નિર્વાહ માટેના ઉત્તમ સંશાધનો ઉપરાંત અદ્યોગિક વિકાસ અને રોજગારની તકોને ધ્યાનમાં રાખીને યાદી તૈયાર કરવામાં આવી છે. ગાજિયાબાદ દિલ્હીની નજીક હોવાથી તેને ઇન્જીનિયરિંગ હબનો મોટો લાભ મળ્યો છે. જેના કારણે દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું બીજું શહેર બની ગયું છે. જયારે સુરતમાં રોજગારની વધું ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાથી સુરત દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું ચોથું શહેર બની ગયું છે.

આંતરાષ્ટ્રિય રેન્કિંગમાં સુરત ઉપરાંત રાજકોટ 22મા નંબરે, અમદાવાદ 73મા નંબરે અને વડોદરા 86માં નંબરે છે. આ યાદીમાં રાજસ્થાનનું જયપુર 24માં નંબરે, મધ્યપ્રદેશનું ઇન્દોર 32માં ક્રમે અને કર્ણાટકનું બેંગલુરુ 67 નંબરે છે. આવી જ રીતે ભોપાલ 77, જમશેદપુર 84, મેરઠ 63માં ક્રમે છે. આમ આ યાદીમાં ભારતમાં એક-બે નહીં પરંતુ 25 શહેરોએ સ્થાન મેળવ્યું છે. દેશના શહેરી વિસ્તારોમાં સરકાર દ્વારા પરિવહન સહિતની સુવિધાઓ વિકસાવી છે.