Site icon Revoi.in

લઘુતમ ટેકાના ભાવથી સરકાર તા. 1લી નવે.થી ડાંગર, મકાઇ, બાજરી, જુવાર તથા રાગીની ખરીદી કરશે

Social Share

અમદાવાદઃ ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન 2023-24માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઇ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે. જેમાં ડાંગર (કોમન)‌ 2183 (પ્રતિ ક્વિ), ડાંગર (ગ્રેડ – એ) 2203 (પ્રતિ ક્વિ), મકાઇ 2090 (પ્રતિ ક્વિ), બાજરી 2500 (પ્રતિ ક્વિ), જુવાર (હાઇબ્રીડ) 3180 (પ્રતિ ક્વિ), જુવાર (માલદંડી) 3225  (પ્રતિ ક્વિ), રાગી 3846 (પ્રતિ ક્વિ) ટેકાના ભાવ સરકાર દ્વારા આપવામાં આવશે.

લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તા. 1 ઓક્ટોબરથી 31મી ઓક્ટોબર સુધી નોંધણી કરી શકશે. ખેડૂતોને નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમુનો 7/12, 8/અની નકલ, ગામ નમુના 12માં પાક વાવણી અંગે એન્ટ્રીના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. ખરીફ માર્કેટીંગ સીઝન 2023-24 અંતર્ગત ટેકાના ભાવે ખરીદી તા. 1લી નવેમ્બરથી તા. 15મી નવેમ્બર સુધી કરવામાં આવશે. ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે, ખરીદી સમયે ખેડુતે પોતાનુ આધારકાર્ડ/ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખરીફ માર્કેટીંગ સીઝન 2023-24 અંતર્ગત ટેકાના ભાવે થયેલ ખરીદી સબબ ખેડૂતોને ચુકવણા PFMડ પોર્ટલ મારફત કરવામાં આવશે.