Site icon Revoi.in

પુતિન સાથે પ્રાઇવેટ મિટિંગથી લઇને ડિનર સુધી, જાણો વડાપ્રધાન મોદીનો પુરો કાર્યક્રમ

Social Share

PM નરેન્દ્ર મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે આજથી રશિયાની બે દિવસીય મુલાકાતે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર પીએમ મોદી આજે મોસ્કો જશે. વડાપ્રધાનની આ રશિયા મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ વડાપ્રધાન મોદીની મુલાકાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

દ્વિપક્ષીય વાટાઘાટોના કાર્યક્રમ વિશે માહિતી આપતા, રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે કહ્યું, ‘વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ખાનગી બેઠક થશે. આ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થશે. રાષ્ટ્રપતિ પુતિન વડાપ્રધાન અને તેમના પ્રતિનિધિમંડળ માટે લંચનું આયોજન કરશે. વડાપ્રધાન એક પ્રદર્શન કેન્દ્રની પણ મુલાકાત લેશે. ,

PM મોદીની મુલાકાતનું શેડ્યૂલ અહીં જુઓ

વડાપ્રધાન મોદી સવારે 10.55 કલાકે મોસ્કો જવા રવાના થશે.
તેમનું પ્લેન સાંજે 5:20 વાગ્યે વનુકોવો II ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરશે.
તેમની અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે રાત્રે 9:30 થી 11:30 સુધી ખાનગી મુલાકાત થશે. આ પછી રાત્રિભોજનનું આયોજન કરવામાં આવશે.

આ સમિટ ત્રણ વર્ષ બાદ થઈ રહી છે

કોરોનાના કારણે ત્રણ વર્ષ બાદ આ સમિટ થઈ રહી છે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા પર વાતચીત થશે. બંને નેતાઓ આંતરરાષ્ટ્રીય સ્થિતિ પર પણ ચર્ચા કરશે. વડાપ્રધાન મોદી મોસ્કોમાં ભારતીય સમુદાયના લોકોને પણ મળી શકે છે.

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન કોરોના પછી પ્રથમ વખત રશિયા જઈ રહ્યા છે. આ પહેલા તેઓ 2019માં રશિયા ગયા હતા. આ વખતની મુલાકાત દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે રશિયા-યુક્રેન સંઘર્ષ પર પણ ચર્ચા થઈ શકે છે. ભારતે ઘણી વખત બંને દેશોને શાંતિની અપીલ કરી છે. ભારતે બંને દેશોને તેમના વિવાદિત મુદ્દાઓને ઉકેલવા માટે વાતચીતનો માર્ગ અપનાવવા પણ વિનંતી કરી છે.

 

Exit mobile version