Site icon Revoi.in

ભારતને બુદ્ધિમત્તાના યુગનું નેતૃત્વ લેવા યુવાધનને ગૌતમ અદાણીની હાકલ

Social Share

મહારાષ્ટ્રના બારામતીમાં વિદ્યા પ્રતિષ્ઠાન ખાતે શરદ પવાર સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (CoE-AI) ખુલ્લું મૂકતા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ દેશના યુવાધનને બુદ્ધિના યુગમાં આગળ વધવા આહવાન કરી તેની આગેવાની સંભાળવા અનુરોધ કર્યો હતો.

ભારત એક નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહ્યું છે ત્યારે ટેકનોલોજી, પ્રતિભા અને રાષ્ટ્રીય હેતુને એકસાથે સાંકળીને આગળ વધવાની વર્તમાન સમયની માંગ છે તેવો નિર્દેશ કરી વિદ્યાર્થીઓ અને સંશોધકોને સંબોધતા અદાણીએ ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે ભારતની ભૂમિમાં રહેલી પ્રચંડ તાકાત તેના નાગરિકો, સંસ્થાઓ અને લાંબા ગાળાના દ્રષ્ટિકોણને સીધી રીતે સંરેખિત કરવાની તેની ક્ષમતામાં રહેલી છે. આ જ ક્ષમતા હવે યુવા ભારતીયો કૃત્રિમ બુદ્ધિમત્તાને કેવી રીતે અપનાવે છે તેને નિષ્ક્રિય વપરાશકાર તરીકે નહીં પરંતુ ક્ષમતાના નિર્માતાઓ અને નેતાઓ તરીકે દોરશે.

અદાણીએ AI વિશેની ચિંતાઓને સ્વીકારીને શ્રોતાઓને યાદ અપાવ્યું કે ઔદ્યોગિક ક્રાંતિથી લઈને ભારતના પોતાના ડિજિટલ પરિવર્તન સુધીના તમામ મોટા તકનીકી પરિવર્તને માનવ ક્ષમતાને વિસ્તારી છે તેની ગવાહી ઇતિહાસ આપે છે. તેમણે કહ્યું હતું કે AI, સામાન્ય નાગરિકોના હાથમાં બુદ્ધિ અને ઉત્પાદકતા સીધી સોંપીને તેને આગળ લઈ જવા સાથે પ્રત્યેક પૃષ્ઠભૂમિ ધરાવતા યુવાનો માટે વિકાસમાં સહભાગી થવાના માર્ગો ઉઘાડશે.

તેમણે નુકચેતીની આપતા સ્પષ્ટ કહ્યું કે AI માં નેતૃત્વને આઉટસોર્સ કરી શકાતું નથી. એવી દુનિયામાં જ્યાં બુદ્ધિ વધુને વધુ આર્થિક શક્તિ અને રાષ્ટ્રીય પ્રભાવને આકાર આપે છે, ત્યાં જ વિદેશી અલ્ગોરિધમ્સ પર નિર્ભરતાનું જોખમ મંડારાયેલું છે ત્યારે ડેટા, નિર્ણય લેવાની ક્ષમતા રાષ્ટ્રીય હિત સાથે મજબૂતીથી લંગરાયેલી રહેવી જોઈએ. સ્વદેશી AI મોડેલ્સ, ગણતરી કરવાની મજબૂત ક્ષમતા અને સ્થિતિસ્થાપક ગુપ્તચર ઇકોસિસ્ટમનું નિર્માણ ભારતની આર્થિક સુરક્ષા, સાંસ્કૃતિક આત્મવિશ્વાસ અને વ્યૂહાત્મક સ્વતંત્રતા માટે જરૂરી છે એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

આ દ્રષ્ટિકોણના સંદર્ભમાં અદાણીએ વૈશ્વિક AI ઇકોસિસ્ટમમાં અદાણી સમૂહની વધતી જતી ભૂમિકા તરફ ધ્યાન દોરી માહિતી આપતા કહ્યું હતું કે ભારત AI-નેતૃત્વ હેઠળના વિકાસ માટે એક ગંભીર કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે તેને કેન્દ્રમાં રાખી વૈવિધ્યસભર અદાણી સમૂહ કમ્પ્યુટરને શક્તિ આપતા ડેટા સેન્ટર્સ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રોમાં નોંધપાત્ર રોકાણ કરીને ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવા વૈશ્વિક ટેકનોલોજી માંધાતાઓ સાથે સતત જોડાણ કરી રહ્યું છે.

 અદાણીએ 2023 માં રુ.25 કરોડનું યોગદાન આપ્યું હતું તેવા આ કેન્દ્રનું નિર્માણ બારામતી ખાતેના વિદ્યા પ્રતિષ્ઠાન શૈક્ષણિક ટ્રસ્ટ હેઠળ કરવામાં આવ્યું છે. ઉભરતી તકનીકોમાં અદ્યતન સંશોધન, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ-લક્ષી તાલીમને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ આ એક પહેલ છે. પ્રકલ્પ સાથે સંકળાયેલા લોકોના મત અનુસાર શિક્ષણ અને ખાનગી ક્ષેત્ર વચ્ચે સહયોગ પર ભાર મૂકતું આ કેન્દ્ર કૃષિ, આરોગ્યસંભાળ, શાસન અને ઉદ્યોગમાં AI એપ્લિકેશનો પર ધ્યાન કેન્દ્રિત કરશે.

પોતાના શબ્દને વિરામ આપતાં શ્રી અદાણીએ વિદ્યાર્થીઓને આ કેન્દ્રને નિરીક્ષણના  સ્થળ તરીકે નહીં, પણ સર્જનના સ્થળ તરીકે જોવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે બુદ્ધિનો યુગ સમર્થનની માંગ સાથે સ્વતંત્ર રીતે વિચારવાની અને હિંમતભેર સર્જન કરવાની હિંમત આપે છે.

તેમણે યુવા ભારતને આહવાન કરતા કહ્યું હતું કે “આ ક્ષણ આપની છે,” “ઇતિહાસ ફંફોળવાનો નહીં, પણ તેને લખવાનો છે.

Exit mobile version