Site icon Revoi.in

ગૌતમ ગંભીરે માં કામાખ્યા ધામમાં માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું

Social Share

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ગુવાહાટીના પ્રખ્યાત માં કામાખ્યા ધામની મુલાકાત આવ્યા,જ્યાં તેમણે ધાર્મિક પૂજા કરી અને માં કામાખ્યાના આશીર્વાદ મેળવ્યા. ગૌતમ ગંભીર નીલાચલ પર્વત પર સ્થિત, આ શક્તિપીઠમાં પૂજા અર્ચના કરતા જોવા મળ્યા.

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌત્તમ ગંભીર તથા અન્ય ખેલાડીઓેએ તાજેતરમાં જ સુપ્રસિદ્ધ ઉજ્જૈનમાં મહાકાળના મંદિરમાં દર્શન કર્યાં હતા.

આ મુલાકાત ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ પહેલા થઈ છે. બંને ટીમો શનિવારે ગુવાહાટી પહોંચી હતી. ભારતીય ટીમ સાંજે 5 વાગ્યાની આસપાસ લોકપ્રિય ગોપીનાથ બરદલોઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચી હતી, જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ વહેલી પહોંચી હતી.

આ પણ વાંચોઃ પ્રજાસત્તાક દિવસ: અમેરિકા સહિતના દેશોએ ભારતને શુભેચ્છાઓ પાઠવી

Exit mobile version