દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ વધ્યું છે. તાજેતરમાં સાઉથના સુપરસ્ટાર પુનીત રાજકુમાર અને સિદ્ધાર્થ શુકલાનું તાજેતરમાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. એક અભ્યાસ અનુસાર હ્રદયને તંદુરસ્ત રાખવું જરુરી છે. બ્રિટેનની યુનિવર્સિટી ઓફ એક્સટરના વૈજ્ઞાનિકોએ એક શોધમાં કહ્યું છે કે, રાતના 10થી 11 વાગ્યાની વચ્ચે સુઈ જવું આરોગ્ય માટે ફાયદાકારક છે.
શોધકર્તા પ્રો ડેવિડ પ્લાન્સએ જણાવ્યું હતું કે, શરીરમાં પોતાની 24 કલાક ચાલવાની આંતરિક ઘડીયાળ હોય છે. જેને સર્કેડિયન રિધમ કહેવામાં આવે છે. આ શારીરિક અને માનસિક ક્રિયામાં સંતુલન જાળવવી રાખવાનું કામ કરે છે. સૂઈ જવાનો અને આરામ કરવાનો યોગ્ય સમય નક્કી ના હોય તો આંતરિક ઘડીયાળ અસંતુલિત થઈ જાય છે. વૈજ્ઞાનિકોના અનુસાર રાતના 10 વાગ્યાં પહેલા સૂઈ જનારા કરતા અડધી રાત બાદ સૂઈ જનારાઓમાં હ્રદય રોગનો ખતરો 25 ટકા વધારે હોય છે.
એક દશક સુધી 88 હજાર લોકોના કાંડા ઉપરડિવાઈસ બાંધવામાં આવી હતી. તેમજ જાણવાનો પ્રયાસ કરાયો કે, તેઓ સાત દિવસ સુધી કેટલાક વાગે સુઈ જાય છે. પ્રથમ પાંચ વર્ષમાં 3172 લોકોને હ્રદય સંબંધી તકલીફ જોવા મળી. જેમાં હાર્ટ એટેક, સ્ટ્રોક, હાર્ટ ફેઈલ જેવી સમસ્યાઓ જોવા મળી હતી. વૈજ્ઞાનિકોના મતે, સમયસર ના સૂઈ જનારા વ્યક્તિ સવારના પ્રકાસના સંપર્કમાં આવતા નથી. જેથી બોડી ક્લોક પોતાની રીતે રિસેટ કરી દે છે. વયસ્કોએ રાતના 7થી 9 કલાક આરામ કરવો જોઈએ.
(PHOTO-FILE)