Site icon Revoi.in

જાપાનમાં પાકિસ્તાની રાજદૂતે જે મસ્જિદનું ઉદ્દઘાટન કર્યું હતું તેને સરકાર તોડી પાડશે

Japanese government will demolish the mosque inaugurated by the Pakistani ambassador to Japan

Japanese government will demolish the mosque inaugurated by the Pakistani ambassador to Japan

Social Share

ટોક્યો, 3 જૂન 2026: જાપાનમાં પાકિસ્તાની રાજદૂતે જે મસ્જિદનું ઉદ્દઘાટન કર્યું હતું તેને જાપાનની સરકારે તોડી પાડવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળે છે. મીડિયા અહેવાલ અનુસાર, પાકિસ્તાને જાપાનમાં એક મસ્જિદનું ઉદ્ઘાટન કર્યું છે, જેને જાપાન સરકારે ગેરકાયદે ગણાવીને તાત્કાલિક તોડી પાડવાનો આદેશ આપ્યો છે.

જાપાનમાં ઝડપથી વધી રહેલી મુસ્લિમ વસ્તી, ડેમોગ્રાફી (વસ્તી વિષયક) માં બદલાવ, જાહેર સ્થળો પર નમાજ અને કબરસ્તાનની વધતી માંગ, સ્થાનિક જન્મદરમાં ઘટાડો અને મસ્જિદોની વધતી સંખ્યા વચ્ચે આ મુદ્દાએ વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું છે. આ વિવાદ વધુ વકરવાનું મુખ્ય કારણ એ છે કે, જાપાનમાં પાકિસ્તાનના રાજદૂત અબ્દુલ હમીદ આ વર્ષની શરૂઆતમાં આ મસ્જિદના ઉદ્ઘાટન સમારોહમાં સત્તાવાર રીતે સામેલ થયા હતા.

આ પણ વાંચોઃ દુનિયાની ભાવિ સલામતી માટે આ બે પુસ્તક સીમાચિહ્ન સાબિત થઈ શકે તેમ છે…

કવાગો (Kawagoe) વિવાદ

જાપાનના કવાગો શહેરમાં ગેરકાયદે રીતે આ મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેની સામે સ્થાનિક નાગરિકોએ જોરદાર અવાજ ઉઠાવ્યો હતો. ‘જાપાન જામી મસ્જિદ રમઝાન’ નામની આ મસ્જિદ આશરે 4500 સ્ક્વેર મીટરના પ્લોટ પર બનાવવામાં આવી છે, જે પહાડી વિસ્તારમાં આવેલી ‘વનભૂમિ’ (ફોરેસ્ટ લેન્ડ) માનવામાં આવે છે. આ સાઇટ ‘અર્બનાઇઝેશન કંટ્રોલ એરિયા’ (શહેરીકરણ નિયંત્રણ ક્ષેત્ર) હેઠળ આવે છે, જ્યાં સ્થાનિક વહીવટીતંત્રની મંજૂરી વિના કોઈપણ પ્રકારના બાંધકામ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે.

2025માં જમીનની માલિકી બદલાઈ

જાપાનના પ્રખ્યાત અખબાર ‘ધ અસાહી શિમ્બુન’ ના અહેવાલ મુજબ, પ્રોપર્ટીના રેકોર્ડ દર્શાવે છે કે માર્ચ 2025 માં આ જમીનની માલિકી બદલાઈ હતી. પહેલા આ જમીન ફુજીમીની એક રિયલ એસ્ટેટ કંપનીની હતી, જે બાદમાં કવાગોમાં નોંધાયેલી એક પેઢીને ટ્રાન્સફર કરવામાં આવી હતી. કવાગો શહેરના સત્તાધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ મસ્જિદ જરૂરી મંજૂરીઓ વિના જ બનાવવામાં આવી હતી. અહીં વર્ષ 2000 માં એક ફેક્ટરી બની હતી, વર્ષ 2007 માં તેની માલિકી બદલાઈ અને તે રિયલ એસ્ટેટ કોર્પોરેશન બની ગઈ. ત્યારબાદ વર્ષ 2025 માં સ્થિતિ બદલાઈ, પરંતુ અહીં મસ્જિદ બનાવવાની કોઈ પરવાનગી આપવામાં આવી નહોતી.

આ પણ વાંચોઃ Video: અમદાવાદ-રાજકોટમાં 300થી વધુ બાંગ્લાદેશી ઝડપાયા, પોલીસનું જંગી ઓપરેશન

જાપાનમાં ‘સિટી પ્લાનિંગ એક્ટ’ હેઠળ ઈમારતોના નિર્માણ પર અત્યંત કડક નિયંત્રણો છે. જો કે, વિશ્વભરના ઇસ્લામવાદીઓની માનસિકતા મુજબ, ઇસ્લામિક વિસ્તરણ અને કબ્જો કરવાના મામલામાં તેઓ સ્થાનિક કાયદાઓને બિલકુલ ગણકારતા નથી. આ મસ્જિદ એક પાકિસ્તાની કંપનીની જમીન પર ગેરકાયદે રીતે બનાવવામાં આવી હતી. જાપાની મીડિયાના અહેવાલો અનુસાર, રિયલ એસ્ટેટ રજિસ્ટ્રીમાં તે જમીનને ‘વન ભૂમિ’ તરીકે જ દર્શાવવામાં આવી છે.

મુસ્લિમ સમુદાયે આદેશને અવગણીને બાંધકામ ચાલુ રાખ્યું

ઓક્ટોબર 2024માં સ્થાનિક રહેવાસીઓએ આ મસ્જિદના લગભગ તૈયાર થઈ ગયેલા માળખાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. શહેરના વહીવટી અધિકારીઓએ અનેક વખત કામ રોકવાના આદેશો (સ્ટોપ-વર્ક નોટિસ) જાહેર કર્યા હતા. તેમ છતાં, મુસ્લિમ સમુદાયે આ આદેશોને અવગણીને બાંધકામ ચાલુ રાખ્યું હતું. શરૂઆતમાં એવું કહેવાય છે કે ત્યાં કામ કરતા મજૂરોએ બહાનું બનાવ્યું હતું કે તેઓ જાપાની ભાષા સમજી શકતા નથી, તેથી કામ બંધ ન કર્યું. ગમે તે સંજોગોમાં મસ્જિદ તૈયાર થઈ ગઈ અને તેના ઉદ્ઘાટનમાં પાકિસ્તાનના રાજદૂત પણ સામેલ થયા, જેના કારણે આ મામલો આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો. ભારે વિરોધ બાદ પાકિસ્તાની દૂતાવાસે જાહેર સ્પષ્ટતા બહાર પાડવી પડી હતી.

પાકિસ્તાની દૂતાવાસે જાપાની કાયદો માનવાની સલાહ આપી

જાપાન સ્થિત પાકિસ્તાની દૂતાવાસે નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, જાપાનમાં રહેતા તમામ પાકિસ્તાનીઓએ જાપાની કાયદાઓનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ. કોઈપણ મસ્જિદ કે મદ્રેસાનું નિર્માણ સ્થાનિક પ્રશાસન પાસેથી જરૂરી પરવાનગી લીધા પછી જ કરવું જોઈએ. નિવેદનમાં ઉમેરાયું છે કે, સ્થાનિક કાયદાઓનું પાલન ન કરનારા પ્રોજેક્ટ્સ સાથે પાકિસ્તાની દૂતાવાસને કોઈ લેવાદેવા નથી.

દૂતાવાસે બચાવ કરતા કહ્યું કે, કવાગો મસ્જિદના ઉદ્ઘાટનમાં રાજદૂત એટલા માટે ગયા હતા કારણ કે તેમને એવી માહિતી આપવામાં આવી હતી કે કાયદા મુજબ તમામ જરૂરી મંજૂરીઓ લઈ લેવામાં આવી છે. પાકિસ્તાની સમુદાયે સ્થાનિક રહેવાસીઓ અને વહીવટીતંત્ર સાથે પારદર્શિતા જાળવવી જોઈએ અને અધિકારીઓને સહકાર આપવો જોઈએ.

પાકિસ્તાની એમ્બેસીએ જણાવ્યું કે, “આવા પ્રોજેક્ટ્સ માટે કાનૂની નિયમોના પાલન અંગેની માહિતી જાપાનમાં રહેતા તમામ પાકિસ્તાનીઓ અને આસપાસના લોકો સાથે પારદર્શક રીતે શેર કરવી જોઈએ. આ ઉપરાંત, પ્લાનિંગ દરમિયાન અને તે પછી પણ, કોઈપણ સંજોગોમાં જાપાની કાયદાઓ અને નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.”

જાપાનમાં ધાર્મિક ઓળખ વધારવાનું આયોજનબદ્ધ ષડયંત્ર?

કવાગો એ જાપાનનો પહેલો કિસ્સો નથી. આ પહેલા મે 2026માં ફુજિસાવા શહેરમાં મસ્જિદ બનાવવાને લઈને મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. આશરે 4,40,000 ની વસ્તી ધરાવતા આ શહેરમાં મુસ્લિમ વસ્તીમાં ભારે ઉછાળો આવ્યો છે. આ મસ્જિદ એક શ્રીલંકન બિઝનેસમેન મોહમ્મદ ખલીલ દ્વારા બનાવવામાં આવી રહી હતી. તેનું કહેવું હતું કે તે મસ્જિદ એટલા માટે બનાવવા માંગે છે કારણ કે અહીંથી 20 કિલોમીટર દૂર આવેલી ‘એબિના મસ્જિદ’ ફુજિસાવામાં વધતી મુસ્લિમ વસ્તી માટે અપૂરતી છે.

ખાસ વાત એ છે કે, ખલીલ પણ વર્ષ 2021 માં ફુજિસાવાના ઉત્તરીય સરહદી વિસ્તારમાં એક બંધ પડેલી ફેક્ટરીની 980-સ્ક્વેર મીટરની જગ્યા પર આવીને વસ્યો હતો. તેણે તાત્કાલિક ‘ફુજિસાવા મસ્જિદ NPO’ ની રચના કરી, ફંડ એકઠું કર્યું, જમીન ખરીદી અને મસ્જિદ બનાવવા માટેની મંજૂરી મેળવી લીધી.

આ પ્રક્રિયા એટલી ઝડપથી થઈ કે માત્ર 4 વર્ષની અંદર જ મસ્જિદ ઊભી કરી દેવામાં આવી. જાપાનના સ્થાનિક નાગરિકો પણ આ વાતથી પરેશાન છે કે કેવી રીતે મુસ્લિમ ઇમિગ્રન્ટ્સ (પ્રવાસીઓ) સમગ્ર જાપાનમાં પોતાની ધાર્મિક ઓળખ વધારી રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે આ બધું એક સુનિયોજિત ષડયંત્ર હેઠળ કરવામાં આવી રહ્યું છે. એક તરફ મોટી સંખ્યામાં પ્રવાસી મુસ્લિમો અહીં આવી રહ્યા છે, તો બીજી તરફ સ્થાનિક જાપાની લોકોનું બ્રેઈનવોશ કરીને તેમનું ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર જાપાનીઓનો ભારે વિરોધ

એક્સ (X) પર એક જાપાની યુઝરે લખ્યું: “જાપાની ભાષામાં નિવેદન આવ્યાના 12 કલાક પછી ઉર્દૂમાં નિવેદન પોસ્ટ કરવામાં આવ્યું. ભલે રાજદૂત એ વાતથી અજાણ હોય કે આ બાંધકામ ગેરકાયદે હતું, પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે તેઓ એવા સ્થળના ઉદ્ઘાટનમાં સામેલ થયા જ્યાં સાઉદી અરેબિયા જેવા દેશો દ્વારા પ્રતિબંધિત કટ્ટરપંથી સંગઠન ‘તબ્લીગી જમાત’ સાથે જોડાયેલા લોકોની અવરજવર છે. રાજદૂતે સતર્ક રહેવું જોઈતું હતું, આટલા વ્યસ્ત હોવા છતાં તેઓ કેમ સામેલ થયા? શું તેઓ માત્ર એ વાતથી ખુશ હતા કે જાપાનમાં મસ્જિદો વધી રહી છે?”

અન્ય એક જાપાની યુઝરે આશંકા વ્યક્ત કરતા લખ્યું કે, આ મસ્જિદને પાકિસ્તાન તરફથી આર્થિક મદદ મળી હોઈ શકે છે અને તેનો ઉપયોગ જાપાનની ગુપ્ત માહિતી એકઠી કરીને ચીનને આપવાના મિશન માટે થઈ રહ્યો હોઈ શકે છે. મીડિયા આ એંગલથી કેમ રિપોર્ટિંગ નથી કરી રહ્યું?

એક સોશિયલ મીડિયા યુઝરે ટેકનિકલ વિગતો આપતા લખ્યું: “સાઇતામા પ્રીફેક્ચર, કવાગો સિટીનો જે વિસ્તાર (ઓજા શિમોશિમોઆકાસાકા) છે, જ્યાં આ ગેરકાયદે મસ્જિદ બનાવવામાં આવી છે, તે જાપાનના સંરક્ષણ મંત્રાલયના ઇન્ફોર્મેશન હેડક્વાર્ટરના ‘ઓઈ રેડિયો સ્ટેશન’ (Oi Radio Station) ની બિલકુલ નજીક છે. આ વિસ્તારને ‘ઇમ્પોર્ટન્ટ લેન્ડ સર્વે એક્ટ’ હેઠળ સ્પેશિયલ ઓબ્ઝર્વેશન ઝોન જાહેર કરાયેલો છે, જેથી રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સુવિધાઓમાં કોઈ અવરોધ ન ઊભો કરી શકાય.”

પાકિસ્તાનની નકલી ફૂટબોલ ટીમ પણ પહોંચી ગઈ હતી જાપાન

પાકિસ્તાની નાગરિકો ગેરકાયદે રીતે જાપાનમાં ઘૂસણખોરી કરવા માટે પણ જાણીતા છે. તાજેતરમાં જ પાકિસ્તાનની એક નકલી ફૂટબોલ ટીમ જાપાન પહોંચી ગઈ હતી. આ માટે વ્યવસ્થિત આયોજન કરીને એક નકલી ફૂટબોલ ક્લબ બનાવવામાં આવી હતી, જેને પાકિસ્તાન ફૂટબોલ એસોસિએશન સાથે સંલગ્ન હોવાનું દર્શાવાયું હતું. જાપાન પહોંચેલા આ પાકિસ્તાનીઓ પાસેથી 40-40 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.

જાપાન એરપોર્ટ પર પહોંચતા જ તેમની આ છેતરપિંડી પકડાઈ ગઈ હતી અને પાકિસ્તાની દૂતાવાસ સાથે વાત કરીને આ લોકોને પરત મોકલવામાં આવ્યા હતા. આવી જ રીતે વર્ષ 2024માં 17 પાકિસ્તાનીઓને જાપાની ક્લબ ‘બોવિસ્ટા એફસી’ (Boavista FC)ના નકલી આમંત્રણ પત્રના આધારે જાપાન મોકલવામાં આવ્યા હતા. તેમની પાસે માત્ર 15 દિવસના વિઝા હતા, પરંતુ આ લોકો જાપાન પહોંચ્યા પછી ગાયબ થઈ ગયા અને આજ દિન સુધી પરત ફર્યા નથી.

Exit mobile version