1. Home
  2. revoinews
  3. Video: અમદાવાદ-રાજકોટમાં 300થી વધુ બાંગ્લાદેશી ઝડપાયા, પોલીસનું જંગી ઓપરેશન
Video: અમદાવાદ-રાજકોટમાં 300થી વધુ બાંગ્લાદેશી ઝડપાયા, પોલીસનું જંગી ઓપરેશન

Video: અમદાવાદ-રાજકોટમાં 300થી વધુ બાંગ્લાદેશી ઝડપાયા, પોલીસનું જંગી ઓપરેશન

0
Social Share

અમદાવાદ, 3 જૂન 2026: ગુજરાત પોલીસે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઉપર વધુ એક વખત મોટી કાર્યવાહી કરી છે. ગઈકાલે મંગળવાર રાતથી શરૂ કરેલા ઓપરેશન ડેલ્ટા અંતર્ગત રાજ્યની પોલીસે અમદાવાદ તેમજ રાજકોટમાંથી 330થી વધુ શંકાસ્પદોની અટકાયત કરી છે. સુરત અને વડોદરામાં પણ આ તત્વોની શોધખોળ ચાલુ છે.

આ અંગે મળતા અહેવાલ અનુસાર, અમદાવાદ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે રહેતા શંકાસ્પદ બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા માટે એક બહુ મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન નરોડા, દાણીલીમડા, વટવા, વટવા જીઆઈડીસી (GIDC), ચંડોળા, ગુલાબનગર અને ખોડિયારનગર સહિતના વિસ્તારોમાં ચલાવવામાં આવ્યું હતું. ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં ગેરકાયદે રહેતા વિદેશી નાગરિકો વિરૂદ્ધ શરૂ કરાયેલી રાજ્યવ્યાપી ઝુંબેશના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે.

શું કહ્યું પોલીસે? જુઓ વીડિયો

ઝડપાયેલા બાંગ્લાદેશીઓ અંગે વિગતો આપતા સંયુક્ત પોલીસ કમિશનર (ક્રાઈમ) શરદ સિંઘલે જણાવ્યું હતું કે, “સમગ્ર ગુજરાતમાં ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ પોલીસ કમિશનરના સીધા સુપરવિઝન હેઠળ આ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ માટે ક્રાઈમ બ્રાન્ચ, સાયબર સેલ, એસઓજી (SOG) અને સ્થાનિક પોલીસ એકમોના જવાનો સહિત 30 થી વધુ વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોને નરોડા, દાણીલીમડા, વટવા, વટવા જીઆઈડીસી, જુહાપુરા અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી હતી.”

તેમણે વધુમાં કહ્યું કે, “અમારી પાસે એવી ચોક્કસ માહિતી હતી કે ગયા વર્ષે ચંડોળા તળાવ ખાતે કરાયેલા ઓપરેશન દરમિયાન ભાગી છૂટેલા કેટલાક લોકો પરત ફર્યા છે અને અમદાવાદ તથા તેની આસપાસના વિસ્તારોમાં રહી રહ્યા છે. હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે, 300 થી વધુ શંકાસ્પદ પુરુષો, મહિલાઓ અને બાળકોની અટકાયત કરવામાં આવી હતી. તેમાંથી અત્યાર સુધીમાં 166 વ્યક્તિઓની ઓળખ બાંગ્લાદેશી નાગરિકો તરીકે થઈ છે, જેઓ ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશ્યા હતા અને અહીં કાયદા વિરૂદ્ધ રહી રહ્યા હતા. જ્યારે અન્ય 150 થી વધુ લોકોની હજુ પૂછપરછ ચાલી રહી છે. આ ઝડપાયેલા 166 નાગરિકોમાંથી ઘણા લોકોએ ખોટી રીતરસમો અપનાવીને નકલી ભારતીય આધારકાર્ડ પણ મેળવી લીધા હતા. આ દસ્તાવેજો કોના દ્વારા અને કઈ રીતે મેળવવામાં આવ્યા હતા તે અંગે અત્યારે ઊંડી તપાસ ચાલી રહી છે.”

આ પણ વાંચોઃ ચાર મુસાફરોની એક સરખી ફરિયાદ, એક સરખા ફોટા! વંદે ભારત ટ્રેનને બદનામ કરવાનું કાતવરું

દરમિયાન, અન્ય એક અહેવાલ અનુસાર રાજકોટમાં પણ આવું જ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યાંથી 31 ગેરકાયદે બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. રાજકોટ ઉપરાંત સુરત અને વડોદરામાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોની તપાસ કરવામાં આવી રહી છે.

ઘૂસણખોરી સામે ઝીરો-ટોલરન્સ નીતિ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

આ મોટા ઓપરેશન અંગે પ્રતિક્રિયા આપતા ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ એકમો, સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) અને અન્ય એજન્સીઓની સંયુક્ત ભાગીદારી સાથે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં આવા જ મોટા ઓપરેશન્સ હાથ ધરવામાં આવ્યા છે.

તેમણે ઉમેર્યું કે, વિવિધ સ્થળોએ વ્યાપક સર્ચ અને વેરિફિકેશન ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેના પરિણામે મોટી સંખ્યામાં શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, રાજ્ય સરકારે ગેરકાયદે ઘૂસણખોરી સામે ‘ઝીરો-ટોલરન્સ’ નીતિ અપનાવી છે અને ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code