Site icon Revoi.in

ગુજરાતમાં ડ્રગ્સના દુષણને ફેલાવતા માફિયાઓ અને પેલડરોને સરકારની ચેતવણી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ડ્રગ્સની તસ્કરીના કેસમાં વધારો થયો છે. દરમિયાન રાજ્ય સરકારે ડ્રગ્સ માફિયાઓ અને પેલ્ડરોને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે તેઓ હવે ગુજરાતમાં સુરક્ષિત નથી. તેમજ રાજ્યમાં ડ્રગ્સનું દુષણ કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય તેવો સંકેત પણ આપવામાં આવ્યો છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, ગુજરાત 1600 કિમી લાંબો દરિયાકાંઠો ધરાવે છે. જેથી દરિયો અને દરિયાકાંઠાની સુરક્ષાને લઈને રાજય સરકાર અને પોલીસ અધિકારીઓ ગંભીર છે. તેમજ ડ્રગ્સની તસ્કરીને અટકાવવા માટે અહીં જે વ્યવસ્થા હોવી જોઈએ તે તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એટલું જ નહીં ગુજરાતનો દરિયો અને દરિયાકાંઠાની સુરક્ષાને લઈને ગંભીરતાથી કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યમાં ડ્રગ્સ વેચવાવાળા અને દુષણ કરનારા સુરક્ષિત નથી. તેમની ઉપર પોલીસની નજર છે.

તેમણે રાજ્યના યુવાધનને ડ્રગ્સના દુષણથી દુર રહેવા અપીલ કરી હતી. તેમજ જેઓ ડ્રગ્સના દુષણમાં ફસાયાં છે તેમને બહાર નીકળવાની પણ તૈયારી પણ સરકારે દર્શાવી હતી. તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાત રાજ્યમાં સૌથી લાંબો દરિયા કિનારો છે આ દરિયાકિનારા નો ઉપયોગ થતો હોવાની અનેક વખત બાતમી મળી છે. રાજ્ય સરકાર દ્વારા ડ્રગ માફિયાઓને ડામવા વિશેષ પુરસ્કાર યોજના દાખલ કરવામાં આવી છે જેને વ્યાપક પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે.

(PHOTO-FILE)