1. Home
  2. Tag "Harsh Sandhvi"

ગાંધીનગરઃ નવી 70 એસ.ટી.બસ માર્ગો ઉપર દોડતી થઈ, સચિવાલય આવતા લોકોને મળશે રાહત

ગાંધીનગરઃ અમદાવાદ-ગાંધીનગરની વિવિધ કચેરીઓમાં કાર્યરત પાંચ હજારથી વધુ કર્મયોગીઓને સચિવાલય પોઇન્ટ સેવામાં નવી 70 એસ.ટી. બસની સુવિધા મળતી થશે. એટલું જ નહીં, પોતાના કામકાજ કે રજૂઆત માટે સચિવાલય આવતા રાજ્યભરના સામાન્ય નાગરિકોને પણ સરળ પરિવહન સેવા મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સેવામાં મુકાયેલી આ નવી 70 એસ.ટી. બસોનું લોકાર્પણ […]

રમત-ગમત સ્પર્ધાઓથી ગુજરાતને અનેક નવા ખેલાડીઓ મળશે: ગૃહ રાજ્ય મંત્રી

અમદાવાદઃ ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ “ડી.જી.પી. કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ-2023”નો શુભારંભ કરાવ્યો હતો. તેમજ ગૃહ રાજ્ય મંત્રીએ ગુજરાત પોલીસ અકાદમી ખાતે નવનિર્મિત વૂડન બેડમિન્ટન કોર્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ખેલાડીઓનો ઉત્સાહવર્ધન કરતા ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, દિવસ-રાત વિવિધ પરિસ્થિતિઓ વચ્ચે પણ પોતાની ફરજ બજાવતા પોલીસ કર્મીઓના સ્વાસ્થ્યની […]

ગુજરાત : બસ સ્ટેશન ખાતે વિરામના સમયે પહોંચેલી ST બસને 10 મિનીટમાં નીટ એન્ડ ક્લીન કરી દેવાશે

અમદાવાદઃ રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન  વેગવંતુ બન્યુ છે ત્યારે રાજ્યના નાગરિકોની મુસાફરી સ્વચ્છ અને સુગમ બની રહે તે આશય સાથે આજે ગાંધીનગર એસ.ટી ડેપો ખાતેથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” કેમ્પેઇનનો રાજ્યવ્યાપી શુભારંભ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કરાવ્યો છે. તેની સાથે જ રાજ્યના નાગરિકોને યાતાયાતની સુવિધા વધુ સુદ્રઢ કરવા માટે આગામી ૧૦ મહિના […]

વિજ્યા દશમી પર્વઃ હર્ષ સંધવીએ સુરતમાં પોલીસ હેડક્વાર્ટરમાં શસ્ત્રપૂજન કર્યું

અમદાવાદઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિજયાદશમીના અવસરે સુરત શહેરના પોલીસ હેડકવાર્ટર ખાતે પોલીસ જવાનો સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રપૂજન કર્યું હતું. ગૃહરાજ્યમંત્રીએ રાજ્યના નાગરિકો, સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, વિજયાદશમીનું પવિત્ર પર્વ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતિક છે. દશેરા એટલે ખામીઓ સામે ખૂબીઓનો વિજય એમ જણાવી નકારાત્મકતાના રાવણનું દહન કરીને […]

રાજ્યની જેલોમાં સુરક્ષા વ્યવસ્થા વધારે મજબુત કરનાશે, 5જી ટેકનોલોજી આધારિત જામર લગાવાશે

અમદાવાદઃ રાજ્યની વિવિધ જેલોમાં કરવામાં આવેલા મેગા સર્ચમાં કેટલીક જગ્યાએ મોબાઈલ ફોન સહિતની વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી. જેલમાં કેદીઓની સુરક્ષાને લઈને આગામી દિવસોમાં વિવિધ જેલમાં તપાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલું જ નહીં જેલોમાં નવા 5G ટેક્નોલોજીના જામર લગાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેલોની સુરક્ષાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં મહત્વનું […]

પોલીસ અને સંસ્થાઓના પ્રયાસોથી 800થી વધારે વિદ્યાર્થીઓની ડ્રગ્સની ચુંગાલમાંથી મુક્તિ

અમદાવાદ : સાયન્સ સિટી ખાતે આર્ટ ઓફ લિવિંગ અને ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીના ઉપક્રમે આઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે નશામુક્ત ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર ઉપરાંત ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું […]

રાજ્યમાંથી વ્યાજખોરોના દૂષણને દૂર કરીને જ રહીશું : ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી

આણંદ, :: ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર રાજ્યમાંથી વ્યાજના દૂષણ સામેની લડાઈ માં કોઈપણ ચમરબંધીને છોડશે નહીં. રાજ્યના ખૂણે ખૂણેથી વ્યાજના દૂષણને નાબૂદ કરી નાગરિકોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરવામાં આવશે. રાજ્યમાંથી વ્યાજખોરોના દૂષણને દૂર કરીને જ રહીશું તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. આ અભિયાન સતત ચાલુ જ રહેશે એવી ચીમકી […]

મોરબીના પીડિતોના સમ્માન માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવિ નામાંકન ભરતા વખતે લાઉડસ્પીકર, ઢોલ નહી વગાડે

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી પીડિતોને આ રીતે આપશે સમ્મના ચૂંટણીનું નામંકન ભરતા વખતે લાઉડ સ્પિકર કે ઢોલ નહી વગાડે અમદાવદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ લવાગી રહ્યા છે ત્યારે દરેક પાર્ટી પોતાની જીતની આશા રાખી રહી છે,આ સાથે જ ચૂંટણીમાં  અનેક ઉમેદવારો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે જોડાઈ રહ્યા છએ આવી સ્થિતિમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી […]

પીએમ મોદીએ મોરબીમાં દૂર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું, પીડિતોના ખબર-અંતર પૂછ્યાં

અમદાવાદઃ મોરબી દૂર્ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબી ગયા હતા. અહીં તેમણે ઝુલતા પુલના સ્થળનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત પીએમ મોદી હોસ્પિટલમાં ગયા હતા જ્યાં તેમણે પીડિતોને મળીને ખબરઅંતર પૂછ્યાં હતા. તેમજ દૂર્ઘટનામાં મૃત્યુ પામનારાઓના પરિવારજનોને મળીને પીએમએ સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઈ લેવલની રિવ્યુ બેઠક બોલાવી હતી. […]

રાજ્યમાં સાગમટે 66 ડીવાયએસપીની બદલી

અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ચૂંટણીપંચ દ્વારા પણ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવુ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન સરકારી અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો છે. ગૃહવિભાગ દ્વારા 62 જેટલા ડીવાયએસપીની સાગમટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code