Site icon Revoi.in

ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી વિજ્ઞાન ક્ષેત્રે નારી શક્તિને કરી રહી છે વધુ સશક્ત

Gujarat Biotechnology University

Gujarat Biotechnology University

Social Share
  • GBUની વિદ્યાર્થિનીઓએ સાબિત કર્યું કે વિજ્ઞાનના સમીકરણોમાં પણ ‘નારી શક્તિ’નું સૌથી મહત્ત્વનું પ્રદાન

ગાંધીનગર, 6 માર્ચ, 2026 – Gujarat Biotechnology University આ રવિવારને આઠમી માર્ચે દેશ અને દુનિયા નારીશક્તિનું મહિમાગાન કરશે એવા સમયે રાજ્યની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી જે સમાચાર મળી રહ્યા છે તેણે આપણા સૌના ગૌરવમાં ઓર વધારો કર્યો છે. GBUની વિદ્યાર્થિનીઓએ સાબિત કર્યું કે, વિજ્ઞાનનાં સમીકરણોમાં પણ ‘નારી શક્તિ’ સૌથી મહત્ત્વનું પ્રદાન આપી રહી છે.
ગત એક દાયકાથી સંશોધન અને નવીનતા પ્રત્યે દેશની પ્રતિબદ્ધતા સતત મજબૂત બની છે. ભારત સરકાર દ્વારા સંશોધન, વિકાસ અને નવીનતા યોજના અંતર્ગત  ફાળવવામાં આવેલું રૂ. ૧ લાખ કરોડનું દેશના સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમના નિર્માણ તરફનું એક ઐતિહાસિક પગલું છે. વડાપ્રધાનના ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન’ના મંત્રને ગુજરાત ખરા અર્થમાં આત્મસાત કરી રહ્યું છે અને તે અનુસંધાને તાજેતરમાં જ રાજ્ય દ્વારા સાયન્સ ટેકનોલૉજી એન્ડ ઈનોવેશન પોલિસી 2026-2031 જાહેર કરવામાં આવી  છે.

WDC: મહિલાઓના સપનાને પાંખો આપતું માધ્યમ

વર્ષ 2023માં સ્થાપિત GBUનું મહિલા વિકાસ સેલ આજે યુનિવર્સિટીનો મજબૂત આધારસ્તંભ બન્યો છે. અહીં મુખ્ય માળખાગત સુવિધાઓમાં આંતરિક ફરિયાદ સમિતિ, કાઉન્સેલિંગ સેવાઓ અને કાર્યરત માતાઓ માટે કેમ્પસમાં ઘોડિયાઘરની સુવિધા પૂરી પાડી GBU એ સાબિત કર્યું છે કે, મહિલાઓ માટે GBUમાં માત્ર લેબ નથી, પણ એક સમગ્ર  સપોર્ટ સિસ્ટમ  છે. GBU જાણે છે કે, જ્યારે એક મહિલા પ્રયોગશાળામાં હોય છે, ત્યારે તે સમગ્ર સમાજનું ભવિષ્ય લખી રહી હોય છે.
દર વર્ષની જેમ આગામી 9 માર્ચ, 2026ના રોજ, “નવાચાર અને ઉદ્યોગસાહસિકતા” વિષય પર આયોજિત વ્યાખ્યાન દ્વારા GBU આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવા જઈ રહી છે, જેમાં IKP નોલેજ પાર્ક-હૈદરાબાદના અધ્યક્ષ ડૉ. દીપન્વિતા ચટ્ટોપાધ્યાય માર્ગદર્શન આપશે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે, લેબમાં વપરાતી એક નાનકડી ટેસ્ટ-ટ્યુબ દુનિયા બદલી શકે છે? ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીના કેમ્પસમાં આજે આ જ સવાલનો જવાબ ગુંજી રહ્યો છે. અહીં માત્ર પ્રયોગો નથી થતા, અહીં ‘મહિલા વિજ્ઞાનીઓ’ વિજ્ઞાન ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે. હૃદયરોગથી લઈને કેન્સર અને પર્યાવરણ સુધીના જટિલ વિષયો પર આજે GBUની મહિલા ફેકલ્ટી અને વિદ્યાર્થિનીઓ સંશોધન કરી રહી છે.
Gujarat Biotechnology University

ફેકલ્ટી શ્રેષ્ઠતા: વૈશ્વિક સ્તરે ઓળખ

GBUની મહિલા ફેકલ્ટી વૈશ્વિક સ્તરે પ્રભાવ પાડતા સંશોધનોનું નેતૃત્વ કરી રહી છે. મહિલાઓનું આ પ્રેરક યોગદાન વિજ્ઞાન ક્ષેત્રમાં અદભૂત સમર્પિતતા દર્શાવે છે.
• ડૉ. સૂર્યા રામચંદ્રન: તેમને “પ્રો. ઈન્દિરા પરીખ – ૫૦  વુમન ઇન એજ્યુકેશન લીડર્સ એવોર્ડ” અને કાર્ડિયોવાસ્ક્યુલર વિજ્ઞાન માટે IACS-ઇન્ડિયા તરફથી એક્ઝેમ્પ્લરી સર્વિસિસ એવોર્ડ મળ્યો છે.
• ડૉ. કાંતિ કિરણ: તેમનું નામ ભારતમાંથી ‘ઇન્ડો-જર્મન WISER ગ્રાન્ટ’ માટે પસંદગી પામેલી ૧૦ મહિલાઓની યાદીમાં સામેલ છે.
• ડૉ. રોહિણી નાયર: તેમણે ‘હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ’  પર સંશોધન માટે ગેટ્સ ફાઉન્ડેશન તરફથી રૂપિયા એક કરોડથી વધુની નોંધપાત્ર નાણાકીય સહાય મેળવી છે.
• ડૉ. નિશા સિંહ:  ૮૦થી વધુ પ્રકાશનો અને ૩  પેટન્ટ ધરાવતા ડૉ. નિશાને SERB વુમન એક્સેલન્સ એવોર્ડ ૨૦૨૪  અને INSA-મેડલ ફોર યંગ સાયન્ટિસ્ટથી નવાજવામાં આવ્યા છે, જે એક આગવી સિદ્ધિ છે
• ડૉ. ગુંજન શર્મા, ડૉ. નીલમ કુંગવાણી અને ડૉ. અર્ચના કુમારી: દરિયાઈ પ્રદૂષણ અને પ્લાન્ટ જેનેટિક્સમાં DBT, GSBTM અને ANRF દ્વારા ભંડોળ પ્રાપ્ત મોટા રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાતનું ગૌરવઃ આણંદની દીકરીએ છ નવી ગેલેક્સી શોધી કાઢી ભારતીય નામો આપ્યાં

સુવર્ણ સફળતા: ગોલ્ડ મેડલથી ગ્લોબલ રિસર્ચ સુધી

GBUમાં M.Sc.ની પ્રથમ બેચ-૨૦૨૫ એ અસાધારણ પ્રતિભા પ્રદર્શિત કરી છે, જેમાં ૫માંથી ૪ બાયોટેકનોલોજી વિભાગોમાં વિદ્યાર્થિનીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. આ ઉપરાંત અન્ય નોંધપાત્ર સિદ્ધિઓ નીચે મુજબ છે:
• સંશોધન ભંડોળ: ૫૦ વિદ્યાર્થિનીઓને સ્વતંત્ર સંશોધન પ્રોજેક્ટ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP)ની ગ્રાન્ટ હેઠળ રૂ. ૨.૫  લાખ એનાયત કરવામાં આવ્યા છે.
• નવોન્મેષ એવોર્ડ: કલ્યાણી વિખેની આગેવાની હેઠળની ટીમે BIOQUEST હેકાથોન અને સંસ્કૃતિની આગેવાની હેઠળની ટીમે mRNA થેરાપી પરના કાર્ય માટે WAAH સાયન્સ લોરિયેટ એવોર્ડ્સમાં ટોચનું સન્માન મેળવ્યું છે.
• સ્પર્ધાત્મક સફળતા: અનેક વિદ્યાર્થિનીઓએ પ્રતિષ્ઠિત DBT-JRF અને CSIR-UGC, JRF ફેલોશિપ માટે ક્વોલિફાય કર્યું છે.
• વૈશ્વિક પદચિહ્ન: અનેક સ્નાતક વિદ્યાર્થિનીઓની UKની યુનિવર્સિટી ઓફ એડિનબર્ગમાં અદ્યતન સંશોધન કાર્ય માટે પસંદગી કરવામાં આવી છે.
યુનિવર્સિટીના પ્રવક્તા જણાવ્યા મુજબ, GBUમાં મહિલા સશક્તિકરણ એ માત્ર સમાનતા વિશે  નથી, પરંતુ વૈજ્ઞાનિક નવોન્મેષની આગામી લહેરને વેગ આપવા વિશે છે. NBECઅને IIT બોમ્બેના GENVISION 2025 જેવા વૈશ્વિક મંચ પર GBUની વિદ્યાર્થિનીઓની સિદ્ધિ આ વિઝનનો પુરાવો છે.
Exit mobile version