Site icon Revoi.in

ગુજરાત ભાજપમાં હોળી બાદ વિવિધ મોરચાના હોદ્દેદારો અને કારોબારીની કરાશે જાહેરાત

Social Share

અમદાવાદઃ ગુજરાત ભાજપમાં આગામી દિવસોમાં વિવિધ મોરચાના હોદ્દેદારો અને કારોબારીની જાહેરાત કરવામાં આવશે. હાલ કેટલાક નામો ઉપર ચર્ચા વિચારણા પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હોળી બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે છ મહિના અગાઉ સી.આર.પાટીલની પસંદગી થઈ હતી. પ્રદેશ પ્રમુખ બન્યાં બાદ સી.આર.પાટીલે સંગઠનને વધારે મજબુત કરવાની કામગીરી શરૂ કરી હતી. જો કે, આઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ધમધમાટને કારણે  વિવિધ મોરચાના હોદેદારોના નામો જાહેર કરવામાં આવ્યા નથી.  ભાજપના બંધારણ મુજબ પક્ષમાં હાલ અલગ અલગ છ મોરચાઓ કાર્યરત છે. જેમાં યુવા મોરચો, મહિલા મોરચો, અનુસુચિત જાતી મોરચો, બક્ષીપંચ મોરચો, લઘુમતી મોરચો અને કિશાન મોરચાનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે પ્રદે પ્રમુખની નિયુકતના એકાદ મહિનાના સમયગાળામાં વિવિધ મોરચાના હોદેદારોનાં નામોની જાહેરાત કરી દેવામાં આવતી હોય છે. હવે વિવિધ મોરચાના હોદેદારોની નિમણુંકની પ્રક્રિયા હાથ પર લેવામાં આવશે.

હોળાષ્ટક ઉતરતાની સાથે જ પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ છ મોરચાના હોદેદારોની નિમણુંક માટેની પ્રક્રિયા શરૂ કરશે. ત્યારબાદ શહેર અને જિલ્લા કક્ષાએ મોરચા અને કારોબારી સભ્યોની પણ વરણી કરવામાં આવશે. સ્થાનીક સ્વરાજયની ચૂટણીમાં ટીકીટ આપવા માટે ભાજપે અમુક નિતી નિયમો નકકી કર્યા હતા. જેના કારણે લાયક અને સીનીયર હોવા છતા અનેક અગણીઓની ટિકીટ કપાઇ હતી. જેથી ભારે નારાજગી વ્યાપી જવા પામી હતી. જે લોકો ટિકીટથી વંચીત રહ્યા છે. તેવો નેતાઓને મોરચામાં હોદેદાર બનાવવામાં આવશે અથવા બોર્ડ-નિગમમાં સ્થાન આપવામાં આવશે. તેવી અટકળો પણ ચાલી રહી છે.