Site icon Revoi.in

ગુજરાત ચૂંટણી 2022: સ્થાનિક પોલીસ સાથે CRPFની 700 કંપનીઓ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યમાં આચાર સહિંતા લાગુ થઈ હતી. નાણા અને દારૂ સહિતની વસ્તુઓની હેરાફેરીને લઈને અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ ચૂંટણી પર ચાંપતો બંદોબસ્‍ત રાખવા અને કોઇ અકલ્‍પીય ઘટના ન ઘટે તે માટે સેન્‍ટ્રલ આર્મ્‍ડ પોલીસ ફોર્સ 700 કંપનીઓ ઉતારવામાં આવી છે.

સીઆરપીએફની 700 જેટલી કંપનીના 70 હજાર જવાનો ચૂંટણીમાં તૈનાત રહેશે. આ ઉપરાંત અન્ય અર્ઘલશ્કરી દળોના જવાનો તૈનાત કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજ્યની બોર્ડર ઉપર પણ સઘન વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. અન્ય રાજ્યમાંથી આવતા વાહનોની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચારસહિંતાનો અમલ કરવામાં આવી રહ્યો છે.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કા માટે 1લી ડિસેમ્બર અને બીજા તબક્કા માટે 5મી ડિસેમ્બરે મતદાન યોજાશે. જ્યારે 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. હાલની સરકારની ફેબ્રુઆરી મહિનામાં મુદત પૂર્ણ થઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામવાની શકયતા છે. બીજી તરફ ચૂંટણીપંચ દ્વારા મતદાનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.