Site icon Revoi.in

ગુજરાત એફએસએલ અનેક ગંભીર ગુનાના ભેદ ઉકેલવામાં પોલીસને મદદરૂપ થઈ રહી છેઃ હર્ષ સંઘવી

Social Share

ગાંધીનગરઃ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં બ્રેઈન ઇલેક્ટ્રિકલ ઓસિલેશન સિગ્નેચર પ્રોફાઈલીંગ પદ્ધતિથી ગુનાઓના થતાં પૃથક્કરણ સંદર્ભે વિધાનસભા ગ્રુહમાં પુછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતમાં ટેકનોલોજી આધારિત સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિ સાથે કાર્યરત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી માત્ર ગુજરાત માટે જ નહિ, સમગ્ર દેશ માટે ગૌરવ અપાવતી સંસ્થા છે. જ્યાં માત્ર ગુજરાતના જ નહિ, હરિયાણા, ઝારખંડ સહિત અનેક રાજ્યોમાંથી પરીક્ષણ માટે કેસો આવે છે. એટલું જ નહિ, CBI, ED, IT સહિત અનેક સેન્ટ્રલ એજન્સીઓને પણ એફએસએલ મદદરૂપ થઈ રહી છે.

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી વૈજ્ઞાનિક ઢબે ગુનાઓ ઉકેલવા તથા ગુનેગારો વિરૂદ્ધ વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરી મજબૂત ચાર્જશીટ સાથે ગુનેગારોને કડક સજા અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યું છે. મંત્રીએ બ્રેઈન ઇલેક્ટ્રિકલ ઓસિલેશન સિગ્નેચર પ્રોફાઈલીંગ સંદર્ભે કહ્યું કે, આ ટેસ્ટ નોન ઇન્જેકટેબલ અને થર્ડ ડિગ્રીરહિત ટેસ્ટ છે. જેના થકી આરોપીઓના મગજમાં સંગ્રહિત થયેલી ઘટના કે સ્મૃતિઓ રિકોલ કરી ગુનાની ક્રોનોલોજી તથા ગુનેગારો સુધી પહોંચવામાં આવે છે. તા.31મી ડિસેમ્બર 2023ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં 14 કેસના 38 નમૂનાઓનું આ ટેસ્ટ આધારિત પૃથક્કરણ કરવામાં આવ્યું છે.

Exit mobile version