Site icon Revoi.in

ગુજરાતને વધુ એક એવોર્ડ મળ્યોઃ ‘આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2022’ એવૉર્ડ એનાયત કરાયો

Social Share

અમદાવાદઃ ગુજરાતને આયુષ્માન ભારત ”પી.એમ.જે.એ.વાય.–મા” યોજના અંતર્ગત સૌથી વધુ 50 લાખ આયુષ્માન કાર્ડ ઈશ્યુ કરી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ NHA, નવી દિલ્હી ખાતે તા. ૨૬.૦૯.૨૦૨૨ના રોજ “આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2022” એવૉર્ડ એનાયત કરાયો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી  મનસુખભાઇ માંડવીયાના વરદ્દ હસ્તે ગુજરાતના આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અને કમિશ્નર દ્વારા આ ગૌરવપ્રદ એવૉર્ડ સ્વીકારવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના અંદાજિત ૮૦ લાખ કુટુંબો એટલે કે, ત્રણ કરોડ લોકોને આયુષ્માન કાર્ડથી લાભાન્વિત કરવા એક નવી પહેલ “આપ કે દ્વાર-આયુષ્માન મહાઝુંબેશ” પણ શરૂ કરાઈ છે.