Site icon Revoi.in

ગુજરાત સરકારે કોરોનાને નાથવા કેન્દ્ર સરકાર પાસે માગી મદદઃ 1000 વેન્ટીલેટરની માંગણી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. કોરોનાને નાથવા માટે રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે. તેમજ પ્રજાને માસ્ક અને સામાજીક અંતર સહિતની સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. બીજી તરફ હોસ્પિટલોમાં વેન્ટીલેટરની અછત સર્જાઈ છે. જેથી વિજય રૂપાણી સરકારે કેન્દ્ર સરકાર પાસે મદદની માંગણી કરી છે. ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે વધારે એક હજાર જેટલા વેન્ટીલેટરની માંગણી કરી હોવાનું જાણવા મળે છે.

ગુજરાતમાં કોરોનાના કેસ વધતા સરકાર દ્વારા કોવિડ હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. તેમજ દર્દીઓ અને તેમના પરિવારજનોને હાલાકી ના પડે તે  દિશામાં કામગીરી કરવામાં આવી છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધતા વેન્ટીલેટરની ડિમાન્ડ પણ વધી છે. જેથી સરકાર દ્વારા નવા 1000 વેન્ટીલેટરના આર્ડર આપવામાં આવ્યા છે.

100 જેટલા વેન્ટીલેટર આવી ગયા છે અને જરૂરીયાત મુજબ જુદા-જુદા જીલ્લાઓને પહોંચાડવામાં આવી રહ્યા છે. અન્ય વેન્ટીલેટર પણ તુર્તમાં આવી જશે. સૌથી વધુ 200 વેન્ટીલેટર સુરતને આપવામાં આવ્યા હતા. આ સિવાય વલસાડથી 10 વેન્ટીલેટર સુરતને આપ્યા હતા. વડોદરાને 100 વેન્ટીલેટર આપવામાં આવ્યા છે. અમદાવાદમાં પણ 100 વેન્ટીલેટર આપવામાં આવ્યા છે. રાજકોટ સીવીલ હોસ્પીટલ તથા તેને સંલગ્ન હોસ્પીટલોને 60 વેન્ટીલેટર અપાયા છે. દ્વારકાને પાંચ વેન્ટીલેટર અપાયા છે.