અમદાવાદ, 30 એપ્રિલ 2026: ભારતીય રેલવેની પ્રીમિયમ સેમી-હાઈસ્પીડ સેવા વંદે ભારત એક્સપ્રેસે દેશમાં આધુનિક રેલવે યાત્રાની નવી ઓળખ સ્થાપિત કરી છે. ફેબ્રુઆરી 2019 માં એક સેવાથી શરૂ થઈને આજે આ નેટવર્ક દેશભરમાં 162 થી વધુ ટ્રેનો સુધી વિસ્તરી ચુક્યું છે, જે મુખ્ય શહેરોને ઝડપી, સુરક્ષિત અને આરામદાયક યાત્રાથી જોડી રહ્યું છે.
ગુજરાતથી સંચાલિત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોએ યાત્રીઓ વચ્ચે વિશેષ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. 1 ઓક્ટોબર 2022 થી 31 માર્ચ 2026 સુધીના સમયગાળામાં રાજ્યથી સંચાલિત 6 જોડી વંદે ભારત ટ્રેનોમાં લગભગ 73 લાખ યાત્રીઓએ યાત્રા કરી, જ્યારે એનાથી કુલ રૂ. 722 કરોડની આવક પ્રાપ્ત થઈ છે.
અમદાવાદ-મુંબઈ માર્ગ પર બંને વંદે ભારત યાત્રીઓની પહેલી પસંદ બની ગઈ છે. ધંધાદારીઓ, વ્યવસાયિકો તથા નિયમિત યાત્રી આ સેવાનો વ્યાપકરૂપે ઉપયોગ કરી રહ્યા છે. આ સેવાઓમાં ફક્ત યાત્રીઓની સંખ્યામાં સતત વૃદ્ધિ જ નોંધવામાં નથી આવી, પરંતુ કેટલાક માર્ગો પર માંગ ક્ષમતાથી કેટલીય વધારે, 140% સુધીની ઓક્યુપેન્સી નોંધવામાં આવી છે, આ લોકપ્રિયતાને દર્શાવે છે. કેટલાક માર્ગો પર ઓક્યુપેન્સી 100% થી વધુ રહી છે, જ્યારે કેટલીક ટ્રેનોની ઓક્યુપેન્સી 90% થી વધુ રહી છે.
ઉચ્ચ સમયપાલન, ઉત્તમ સુરક્ષા માનક અને ઉત્કૃષ્ટ સ્વચ્છતાને કારણે યાત્રીઓને વિશ્વાસ સતત મજબૂત થયો છે. ઝડપી ગતિ અને ઓછા યાત્રા સમયને કારણે આ ટ્રેનો વ્યવસાયિક અને નિયમિત યાત્રીઓ માટે અત્યંત ઉપયોગી સિદ્ધ થઈ રહી છે. ગુજરાતમાં વંદે ભારત એક્સપ્રેસની આ નોંધપાત્ર સફળતા ભારતીય રેલવેના યાત્રી-કેન્દ્રીત દ્રષ્ટીકોણનું સશક્ત પ્રમાણ છે. ભારતીય રેલવે ભવિષ્યમાં પણ યાત્રીઓને સુરક્ષિત, આરામદાયક અને વિશ્વ સ્તરનો યાત્રા અનુભવ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે.
વધુ વાંચો: DRDO અને ભારતીય નૌકાદળ દ્વારા નેવલ એન્ટી-શિપ મિસાઇલ-શોર્ટ રેન્જનું પ્રથમ સામૂહિક પરીક્ષણ

