Site icon Revoi.in

ગુજરાતઃ શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થયું પણ વિદ્યાર્થીઓ પાઠ્ય પુસ્તકોથી વંચિત

Social Share

ગાંધીનગરઃ ઓનલાઇન શિક્ષણ સાથે જિલ્લાની 1450 શાળાઓમાં સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. જોકે પ્રથમ દિવસે શિક્ષકોએ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પહોંચાડવા સહિતની કામગીરી કરી હતી. તેમ છતાં બજારમાં ધોરણ-1થી 12ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના પાઠ્યપુસ્તકો નહીં મળતા વાલીઓને હાલાકી વેઠી રહ્યા છે. સતત બીજા વર્ષે પણ કોરોનાના મારને પગલે ઓનલાઇન શિક્ષણની સાથે શાળાઓ સોમવારથી ખુલી ગઇ છે. આજે મંગળવારે પણ વાલીઓએ પાઠ્ય પુસ્તકો ખરીદવા માટે બજારોમાં ઉમટ્યા હતા.

શાળાઓ ખુલતા જ શિક્ષકોએ શું શું કામગીરી કરવાની છે, તેની સુચના રાજ્યના શિક્ષણ વિભાગે આપી દીધી છે. ઉપરાંત વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ અપાશે. જ્યારે બજારમાં પાઠ્ય પુસ્તકો મળતા નહીં હોવાથી વાલીઓને હાલાકી પડી રહી છે. તેમાં ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને વધારે હાલાકી પડી રહી છે. ધોરણ-10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પુસ્તકો વિના જ ટ્યૂશન શરૂ થઇ જતા તેની સીધી અસર વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પડી રહી છે. બજારમાં પાઠ્ય પુસ્તકો નહી મળવા અંગે વેપારીઓને પુછતા જણાવ્યું હતું  કે, પાઠ્યપુસ્તક મંડળમાંથી પાઠ્ય પુસ્તકો તારીખ 18મી, જૂનના રોજ આપવામાં આવશે તેમ જણાવ્યું છે. આથી બજારમાં પુસ્તકો આવતા હજુ અંદાજે 15 દિવસ જેટલો સમય લાગશે.

પાઠ્ય પુસ્તક મંડળના માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને મફત પુસ્તકો આપવાની યોજના અંતર્ગત પુસ્તકો શાળાઓમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે બજારમાં પુસ્તકો ક્યારે આપશે તે અંગે કોઇ જ ખબર નથી. ઓનલાઇન શિક્ષણ સાથે જિલ્લાની 1450 શાળાઓમાં સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. જોકે પ્રથમ દિવસે શિક્ષકોએ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પહોંચાડવા સહિતની કામગીરી કરી હતી. જોકે એક મહિના માટે આયોજીત બ્રીજકોર્ષનો પ્રારંભ કરાયો હતો. પરંતુ શાળાઓમાં ભલે વર્ષ-2021-22ના પ્રથમ શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હોય.

પ્રથમ દિવસે ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું નહી હોવાનું વાલીઓએ જણાવ્યું હતુ. રાજ્યના શિક્ષણ વિભાગના આદેશ મુજબ વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકો ઘરે સુધી પહોંચાડવાની કામગીરી શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી હતી. જ્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણનો મહાવરો જળવાય તે માટે શાળાઓ ખુલ્લાને એક મહિના સુધી બ્રીજકોર્ષ ચલાવવામાં આવશે. આથી જિલ્લાના ધોરણ-1થી 10ના વિદ્યાર્થીઓ માટે બ્રીજકોર્ષનો પ્રારંભ કરાયો હતો રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને ગત વર્ષે ભણેલા ધોરણનો અભ્યાસક્રમને સમજવા અને મહાવરા માટે બ્રીજકોર્ષ શરૂ કરવામાં આવ્યો છે. સતત એક મહિનો બ્રીજકોર્ષ ચલાવવામાં આવનાર હોવાથી બજારમાં પાઠ્ય પુસ્તકો મળતા નથી તેવી શિક્ષણ વિદ્દોમાં ચર્ચા ઉઠવા પામી છે.