Site icon Revoi.in

ભારતમાં ગરીબી મામલે ગુજરાત 13માં ક્રમેઃ 18.80 ટકા લોકો ગરીબ

Social Share

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો હાલ કોરોના મહામારી સામે લાંબી લડાઈ લડી રહ્યાં છે. કોરોનાને પગલે કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યાં હતા. જેથી લોકોના વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ હતી. એટલું જ નહીં અનેક લોકોએ રોજગારી ગુમાવી હતી. દરમિયાન અનેક પરિવારો ગરીબીમાં જીવન વિતાવી રહ્યાં છે. કેન્દ્ર સરકારના નીતિ આયોગે જાહેર કરેલા આંકડા અનુસાર દેશમાં સતત વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં 18.60 લાખ લોકો ગરીબી રેખા હેઠળ નીચે જીવતા હોવાનું મનાઈ રહ્યું છે. એટલું જ નહીં સમગ્ર દેશમાં ગરીબી મુદ્દે ગુજરાત 13માં ક્રેમે છે. ગુજરાતમાં સૌથી વધુ ગરીબી ડાંગ જિલ્લામાં છે.

નીતિ આયોગે નેશનલ મલ્ટીડાયમેન્શન પોવર્ટી ઈન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર ગુજરાતમાં લગભગ 1.3 કરોડ લોકો ગરીબ છે. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ જમ્મુ-કાશ્મીર, તમિલનાડુ, કર્ણાટક તથા મહારાષ્ટ્ર જેવાં રાજ્યો કરતાં પણ વધારે છે. નીતિ આયોગનાં ઇન્ડેક્સ મુજબ બિહાર દેશમાં સૌથી ગરીબ રાજ્ય છે જ્યાં કુલ 51.91 ટકા વસ્તી ગરીબ છે. બીજા ક્રમે ઝારખંડ છે જ્યાં 41.16 ટકા લોકો ગરીબ છે. આ ઇન્ડેક્સ મુજબ ગુજરાતમાં 2.49 કરોડ લોકો પૌષ્ટિક આહારથી વંચિત છે, છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં વધુ 6,051 પરિવારોનો BPL પરિવારમાં ઉમેરો થયો છે. કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો ગરીબીનું પ્રમાણ વધે અને યુવાનોને રોજગારીની પુરતી તકો મળી રહે તે દિશામાં કામગીરી કરી રહી છે. આ ઉપરાંત ગરીબોનું જીવનધોરણ સુધારવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.