Site icon Revoi.in

ઇઝરાયલના પાડોશી ઇરાન અને ઈરાક સહિત લગભગ 22 જેટલા ઇસ્લામીક સ્ટેટેનું હમાસને સમર્થન

Social Share

નવી દિલ્હીઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે બીજી તરફ ઇઝરાયલના પાડોશી દેશ ઇરાન અને ઈરાક ઉપરાંત અન્ય 22 જેટલા મુસ્લિમ રાષ્ટ્રોએ હમાસને સમર્થન આપ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઇઝરાયલ દ્વારા દાવો કરવામાં અવ્યો છે કે ઇરાન અને ઇરાક દ્વારા આતંકવાદી પ્રવૃતિઓ માટે ભડોળ આપવામાં આવે છે. બીજી તરફ હુમાસના હુમલા બાદ ભારત અને અમેરિકા સહિત 90થી પણ વધારે દેશોએ ઈઝરાયલને સમર્થન આપ્યું છે.

ઇઝરાઈલ દ્વારા ગાઝા પટ્ટીમાં વીજળી, પાણી અને ઇંધણ જેવી જીવનજરુરી ચીજવસ્તુઓ આપવાની બંધ કરવામાં આવી છે. ઇઝરાયલના આ પગલાને ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામીક કન્ટ્રીસ દ્વારા આ પગલાને  માનવતા વીરોધી ગણાવામાં આવ્યું છે. ઈઝરાયેલ સતત દાવો કરી રહ્યું છે કે હમાસને ઈરાન પાસેથી હથિયાર બનાવવાની ટેક્નોલોજી મળી છે અને  તમામ ઈસ્લામિક દેશો હમાસને ફંડ આપે છે. સૌથી મોટું નામ કતાર છે.

અહેવાલો અનુસાર એકલા કતારે હમાસને $1.8 બિલિયનથી વધુની મદદ કરી છે. હમાસના સમગ્ર વિશ્વમાં સમર્થકો છે, અને તે તેને સારી રકમનું દાન પણ કરે છે. આંતકી સંગઠન હમાસે ઈઝરાયેલ વિરુદ્ધના ઓપરેશનને ‘અલ અક્સા સ્ટોર્મ’ નામ આપ્યું છે. તો બીજી તરફ યુએસએ ઈરાનને ચેતવણી આપતા કહ્યું છે કે જો તે યુદ્ધમાં હમાસને મદદ કરશે તો તેણે તેના ગંભીર પરીણામો ભોગવવા પડશે. તો આ તરફ ઇઝરાયલના ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામીક કન્ટ્રીસની એક મીટીંગ મળી રહી છે. જેના મુખ્ય મુદ્દાઓ ઇઝરાયલને ઘેરવાના અને ગાઝા પટ્ટીમાં લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવાની માંગ હશે.