Site icon Revoi.in

રેમડેસિવિર ઇન્જેક્શન વિતરણના મુદ્દે સી.આર પાટીલ અને ડ્રગ્સ કમિશ્નરને HCની નોટિસ

Social Share

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે. દર્દીઓમાં રેમડેસિવિર ઇન્જેક્શનની માંગમાં ખુબ જ વધારો જોવા મળી રહ્યા છે. લોકો કિલોમીટરો લાંબી લાઇનો લગાવી રહી છે. રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે હાલ ખુબ જ વિકટ સ્થિતિ પેદા થઈ છે. તેવામાં અચાનક ભાજપનાં પક્ષ પ્રમુખ 5000 રેમડેસિવિર ઇન્જેક્શનની છુટા હાથે વહેંચણી કરી હતી. આ મુદ્દે વિવાદ જાગતા વિપક્ષના નેતાએ ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરી હતી. જેના પગલે હાઇકોર્ટ દ્વારા સી.આર પાટીલ અને ડ્રગ્સ કમિશ્નરને નોટિસ ફટકારવામાં આવી છે. આ મુદ્દે જવાબ રજુ કરવા માટે જણાવવામાં આવ્યું છે. 5 મે સુધીમાં પોતાનાં જવાબ રજુ કરવા માટે આદેશ કરાયો છે.

ગુજકાત ભાજપના પ્રદંશ પ્રમુખ સીઓર પાટિલે સુરતમાં 5000 જેટલા રેમડેસિવિર ઇન્જેક્શનની છુટા હાથે વહેંચણી કરી હતી પાટીલ પાસે આટલા બધા ઇન્જેક્શન ક્યાંથી આવ્યા તેનો જવાબ તો ન તો સરકાર પાસે હતો કે, ન તો પાટીલની પોતાની પાસે. તેવામાં આ સમગ્ર મુદ્દે વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી હતી. જેના પગલે હાઇકોર્ટ દ્વારા સી.આર પાટીલ અને ડ્રગ્સ કમિશ્નરને નોટિસ ફટકારવામાં આવી છે. આ મુદ્દે જવાબ રજુ કરવા માટે જણાવવામાં આવ્યું છે. 5 મે સુધીમાં પોતાનાં જવાબ રજુ કરવા માટે આદેશ કરાયો છે. અત્રે નોંધનીય છે કે, કોંગ્રેસી નેતા પરેશન ધાનાણી દ્વારા આ મુદ્દે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

આ અરજીમાં ધાનાણીએ જણાવ્યું કે, ફાર્મસીના લાયસન્સ વગર કોઇ પણ વ્યક્તિ રેમડેસિવિર ઇન્જેક્શન રાખી શકે નહી. પછી તે ઇન્જેક્શનનું કમ્પાઉન્ડ હોય, મિક્સચર હોય કે દવા હોય તે રાખી શકે નહી. મેડિકલ તબીબ જ દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શ પ્રિસ્ક્રાઇબ (લખી આપવું) કરી શકે છે. ડોક્ટર જ પોતાની પાસે રાખી શકે છે. આ દવાનું મેન્યુફેક્ચરિંગ પણ ગમે તે વ્યક્તિ કરી શકે નહી. તેવામાં આ જથ્થો ક્યાંથી આવ્યો તે જાણવું ખુબ જ જરૂરી બન્યું છે. આ મુદ્દે હાઇકોર્ટ દ્વારા સી.આર પાટીલ અને ડ્રગ્સ કમિશ્નરને નોટિસ ફટકારવામાં આવી છે. આ મુદ્દે જવાબ રજુ કરવા માટે જણાવવામાં આવ્યું છે. 5 મે સુધીમાં પોતાનાં જવાબ રજુ કરવા માટે આદેશ કરાયો છે.

Exit mobile version