Site icon Revoi.in

ડાકોર મંદિરમાં હોળી-ધૂળેટીના દિને દર્શનના સમયમાં ફેરફાર, આરતીમાં ભાવિકોને પ્રવેશ નહીં મળે

Social Share

અમદાવાદઃ ફાગણી પૂનમના દિને ડાકોરના રાજા રણછોડના દર્શનનું મહાત્મ્ય સવિશેષ છે.  ફાગણી પૂનમના દિવસે ડાકોરના  મંદિરમાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. પરંતુ આ વખતે મંદિરમાં દર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો છે. 17મી માર્ચે, ગુરુવારે હોળી છે. મંદિર દ્વારા નક્કી થયેલા સમય મુજબ સવારે 4.45 કલાકે નિજ મંદિર ખુલી જશે અને 5 કલાકે મંગળા આરતી થશે. આરતીમાં ભક્તોને એન્ટ્રી આપવામાં આવશે નહીં. ત્યારબાદ  5થી 7.30 કલાક સુધી ભક્તો ભગવાનના દર્શન કરી શકશે. 7.30થી 8 કલાક સુધી શ્રી ઠાકોરજી બાલભોગ, શ્રૃંગારભોગ, ગોવાળભોગ ધરવામાં આવશે અને આ સમયે મંદિરના દ્વાર ફરીથી બંધ કરવામાં આવશે. જે બાદ 8 કલાકે શરણગાર આરતી થશે, આ સમયે પણ ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. 8.15થી 1.30 સુધી દર્શન ખુલ્લા રહેશે. બપોરે 1.30થી 2 કલાક સુધી શ્રીઠાકોરજીને ભોગ ધરાવવામાં આવશે, ત્યારે મંદિર બંધ રહેશે અને 2 કલાકે રાજભોગ આરતી થશે.

ડાકોરના ઠાકોરના દર્શન માટે ફાગણી પૂનમના દિને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. કોરોનાને કારણે ગત વર્ષે યાત્રિકો ઠાકોરજીના દર્શન માટે આવી શક્યા નહતા. પરંતુ આ વર્ષે કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો ઉઠાવી લેતા દર્શનાર્થીઓ માટે મંદિરો ખૂલી ગયા છે. ડાકોરમાં ફાગણી પુનમના દિને દર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જેમાં હોળીના દિને સવારે 4.45 કલાકે નિજ મંદિર ખુલી જશે અને 5 કલાકે મંગળા આરતી થશે. આરતીમાં ભક્તોને એન્ટ્રી આપવામાં આવશે નહીં. ત્યારબાદ  5થી 7.30 કલાક સુધી ભક્તો ભગવાનના દર્શન કરી શકશે. 7.30થી 8 કલાક સુધી શ્રી ઠાકોરજી બાલભોગ, શ્રૃંગારભોગ, ગોવાળભોગ ધરવામાં આવશે અને આ સમયે મંદિરના દ્વાર ફરીથી બંધ કરવામાં આવશે. જે બાદ 8 કલાકે શરણગાર આરતી થશે, આ સમયે પણ ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. 8.15થી 1.30 સુધી દર્શન ખુલ્લા રહેશે. બપોરે 1.30થી 2 કલાક સુધી શ્રીઠાકોરજીને ભોગ ધરાવવામાં આવશે, ત્યારે મંદિર બંધ રહેશે અને 2 કલાકે રાજભોગ આરતી થશે. જે બાદ મંદિરના દ્વાર સીધા બપોરે 2.05 કલાકે ખુલશે અને 5.30 કલાક બંધ થશે, સાંજના 5.30થી 6 વાગ્યા સુધી ઉત્થાપન આરતીમાં પણ ભક્તોને પ્રવેશ નહીં આપવામાં આવે. 6.05થી 8 વાગ્યા સુધી પ્રવેશ બંધ રહેશે. 6.05થી 8 સુધી દર્શન ખુલ્લા રહેશે. 8થી 8.15ને શયનભોગ ધરવામાં આવશે. જે બાદ 8.30 કલાકે ભગવાન પોઢી જશે.

18મી માર્ચે, ધૂળેટીના દિવસે રણછોડરાયજી મહારાજનું મંદિર સવારે 3.45 કલાકે ખુલશે. 4.05 કલાકે મંગળા આરતી થશે. આ દિવસે પણ ભક્તોને આરતીનો લ્હાવો લેવા મળશે નહીં. 4.05થી 8.30 સુધી ભક્તો દર્શન કરી શકશે. 8.30થી 9 વાગ્યા સુધી ઠાકોરજીને બાલભોગ, શ્રુંગારભોગ અને ગોવાળભોગ ધરવામાં આવશે, આ સમયે દર્શન બંધ કરશે. 9 કલાકે શણગાર આરતી થશે, ત્યારે પણ ભક્તોને પ્રવેશ નહીં મળે. સવારના 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી ભગવાન ફૂલડોળમાં બીરાજશે ત્યારે દર્શન ખુલ્લા રહેશે. 3.30 કલાકે રાજભોગ આરતી થશે અને ત્યારે પણ દર્શનો મંદિરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. 3.45થી 4.30 સુધી દર્શન ખુલ્લા રહેશે જ્યારે સાંજના 4.30થી 5 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. 5 વાગ્યે મંદિર ખુલશે. 5.15 કલાકે ઉત્થાપન આપતી થશે. 5.20થી નિત્યક્રમ અનુસાર શયનભોગ, સુખડી ભોગ આરોપી ઠાકોરજી પોઢી જશે 19 માર્ચ અને 20મી માર્ચે પણ જ્યારે ઠાકોરજીની મંગળા આરતી, શણગાર આરતી તેમજ ઉત્થાપન આરતી થશે ત્યારે ભક્તોના પ્રવેશ પર નિષેધ છે. આ સિવાય જ્યારે ભગવાનને ભોગ ધરવામાં આવશે ત્યારે પણ ભક્તો દર્શન નહીં કરી શકે.(file photo)