1. Home
  2. Tag "Holi-Dhuleti"

રાજકોટમાં એસટી વિભાગે હોળી-ધૂળેટીમાં એક્સ્ટ્રા બસ દોડાવીને 40 લાખની વધુ આવક મેળવી

રાજકોટઃ હોળી અને ધૂળેટીના પર્વમાં પ્રવાસી ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેમાં એક્સ્ટ્રા 358 બસો દોડાવવામાં આવી હતી. જેમાં 16 હજાર મુસાફરોએ દોઢું ભાડું ચૂકવી મુસાફરી કરી હતી. જેના થકી રાજકોટ એસટી વિભાગને રૂ. 40 લાખની વધુ આવક થઈ હતી. જેમાં રાજકોટ એસટી ડેપોની સૌથી વધુ […]

હોળી-ધૂળેટીના પર્વમાં ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા એસટી દ્વારા 1500 એક્સ્ટ્રા બસ દોડાવાશે

અમદાવાદઃ  હોળી અને ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. આદિવાસી સમાજમાં હોળીનું વિશેષ મહાત્મ્ય હોય છે. અને આ તહેવારોમાં લોકો પોતાના માદરે વતન જતા હોય છે.  ત્યારે હાળી-ધૂળેટીના ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટી દ્વારા રાજ્યભરમાં 1500 જેટલી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. જેમાં ડાકોર અને દ્વારકા માટે 500 વધારાની બસો દોડાવાશે. હોળી-ધુળેટીનાં તહેવારોમાં દરવર્ષેની […]

રાજભવનમાં રંગપર્વની ઉમંગ-ઉલ્લાસપૂર્વક ભાવસભર ઉજવણી

ધુળેટીના રંગપર્વે ગુજરાત પધારેલા ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝ એમપીના સન્માનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં રંગોત્સવનું આયોજન કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ આ પ્રસંગે પધાર્યા હતા. ધુળેટીની સાંજે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝ એમપી રાજભવન પધાર્યા ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમનું ગુલાલથી તિલક કરીને પુષ્પગુચ્છથી સ્વાગત-અભિવાદન કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ […]

હોળી-ધૂળેટીના તહેવારોને લીધે સુરતથી યુપી, બિહાર જતી ટ્રેનોમાં જબરો ટ્રાફિક,વધારાના કોચ જોડવા માગ

સુરતઃ શહેરમાં અનેક ઉદ્યોગ-ધંધામાં પરપ્રાંતના લોકો જોડાયેલા છે. અને ખાસ કરીને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના સુરતમાં વસવાટ કરતા લોકો હોળી-ધૂળેટીના તહેવારોમાં પોતાના માદરે વતન જતાં હોય છે. ત્યારે છેલ્લા સપ્તાહથી ઉત્તર પ્રદેશ અને બિહાર જતી તમામ ટ્રેનોમાં નો-વેકન્સી જેવી સ્થિતિ છે. તમામ ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે. ત્યારે હવે હોળીના તહેવારને એક દિવસ બાકી […]

હોળી-ધૂળેટીના તહેવારોને લીધે ગુજરાતથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હાઉસફુલ

અમદાવાદઃ હોળી અને ધૂળેટીના પર્વનું રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતના રાજ્યોમાં અનેરૂ મહત્વ હોવાથી ગુજરાતમાં વસવાટ કરતાં પરપ્રાતના લોકો તેમના માદરે વતનમાં હોળી અને ધૂળેટીના પર્વને મનાવવા માટે દર વર્ષે જતાં હોય છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં પરપ્રાંતના લોકો ઉત્તર ભારતના રાજ્યોમાં પોતાના માદરે વતન જતા હોવાથી રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી […]

ડાકોર મંદિરમાં હોળી-ધૂળેટીના દિને દર્શનના સમયમાં ફેરફાર, આરતીમાં ભાવિકોને પ્રવેશ નહીં મળે

અમદાવાદઃ ફાગણી પૂનમના દિને ડાકોરના રાજા રણછોડના દર્શનનું મહાત્મ્ય સવિશેષ છે.  ફાગણી પૂનમના દિવસે ડાકોરના  મંદિરમાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. પરંતુ આ વખતે મંદિરમાં દર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો છે. 17મી માર્ચે, ગુરુવારે હોળી છે. મંદિર દ્વારા નક્કી થયેલા સમય મુજબ સવારે 4.45 કલાકે નિજ મંદિર ખુલી જશે અને 5 કલાકે […]

અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં હોળી-ધૂળેટીની ઉજવણીની નહીં અપાય મંજૂરી !

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી અમદાવાદ સહિતના શહોરમાં કોરોના મહામારીને પગલે હોળી-ધૂટેળીની ફાર્મ હાઉસ અને કલબમાં ઉજવણીની મંજુરી આપવામાં નહીં આવે. જો કે, ધાર્મિક વિધી માટે છુટછાટ આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાની મહામારીને પગલે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં હોળી-ધૂટેળીના તહેવારની ઉજવણીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code