Site icon Revoi.in

ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવશે, પરિવાર સાથે કરશે હોળીની ઉજવણી

Social Share

અમદાવાદઃ પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રવિવારે હોમ ટાઉન અમદાવાદ આવી રહ્યાં છે. તેઓ હોળી-ધૂળેટીની ઉજવણી પરિવાર સાથે કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ બંગાળ, આસામ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેના માટે ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળ અને આસામમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. તેઓ ભાજપની સભાઓ ગજવી રહ્યાં છે. દરમિયાન તેઓ રવિવારે અમદાવાદ આવી રહ્યાં છે. તેઓ હોળી-ધૂળેટીની ઉજવણી કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે અમદાવાદની એક હોસ્પિટલનું ઉદઘાટન કરશે. આ સિવાય તેઓ કોઈ રાજકીય કાર્યક્રમમાં ઉપસ્થિત નહીં રહે. જો કે, તેઓ ભાજપના ટોચના કેટલાક નેતાઓ સાથે મુલાકાત કરે તેવી શકયતા છે.