Site icon Revoi.in

ICC T-20 વર્લ્ડ કપની તારીખ જાહેરઃ ભારત-પાકિસ્તાન વચ્ચે આ તારીખે રમાશે મેચ

Social Share

દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ટી-20 વર્લ્ડ કપની તારીખ જાહેર થઈ ચુકી છે. આ સાથે જ ક્યાં ગ્રુપમાં કઈ ટીમ હશે તેની પણ જાહેરાત કરવામાં આવી છે. ટી-20 વર્લ્ડ કપનો પુરો શિડ્યુઅલ હજુ સામે નથી આવ્યો પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ રાઉન્ડ મેચ રમાશે. આ ત્યારે જ નક્કી થયું જ્યારે આઈસીસીએ ટી-20 વર્લ્ડ કપ માટે ગ્રુપ જાહેર કર્યાં હતા. ભારત-પાકિસ્તાન ગ્રુપ-2માં સાથે છે અને સુપર-12માં બંને ટીમ વચ્ચે ટક્કર થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને બંને દેશના ક્રિકેટ પ્રેમીઓ ક્યાંરના રાહ જોઈ રહ્યાં હતા. હવે તેમનો ઈંતજાર ખતમ થઈ ગયો છે. મેચની તારીખ પણ સામે આવી છે. જાણીતી ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તા. 24મી ઓક્ટોબરના રોજ મેચ રમાશે.

આ મામલા સાથે જોડાયેલા સુત્રોએ ન્યૂઝ એજન્સી સમક્ષ પુષ્ટી કરી છે કે, હા આ મેચ તા. 24મી ઓક્ટોબરના રોજ રમાશે. ગયા મહિને જ આઈસીસીને મેંસ ટી-20 વર્લ્ડ કપ 2021 માટે ગ્રુપની જાહેરાત કરી હતી. ટી-20 વર્લ્ડ કપ તા. 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન યુએઈ અને ઓમાનમાં રમાશે. ભારત અને પાકિસ્તાનને સુપર-12માં ગ્રુપ-2માં રાખવામાં આવ્યાં છે. ભારતનો વર્લ્ડ કપમાં ઈતિહાસ રહ્યો છે કે, આજ સુધી પાકિસ્તાન સામે કોઈ પણ મેચ હાર્યું નથી. બીજી તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડ કપની મેચની તારીખ સામે આવતા ક્રિકેટ પ્રેમીઓમાં ખુશી ફેલાઈ છે. તેમજ આ મેચ સૌથી રોમાંચક રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ હાલ ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. જ્યાં ઈંગ્લેન્ડ સાથે ટેસ્ટ સીરિઝ રમશે. જ્યારે અન્ય એક ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે હતી. જ્યારે વન-ડે સીરિઝમાં ભારતનો વિજ્ય થયો હતો.

(PHOTO-FILE)