Site icon Revoi.in

દહીં સાથે જો ઘી મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો પાચન સંબંધતિ સમસ્યાઓમાં થાય છે ફાયદો

Social Share

સામાન્ય રીતે દહીંના સાત્વિક ગુણો આપણે જાણીએ છીએ દહીં ખાવાથી આરોગ્યને ઘણઆ ફાયદાઓ થાય છે જો કોી પણ પ્રદાર્થને યોગ્ય રીતે ખાવામાં આવે તો તે નુકશાન કરતો નથી એજ રીતે દહીં સાથે દેશી ઘી ભેળવીને જો ખાવામામ આવે તો તેના અઢળક ફાયદાઓ થાય છે.

આ બંનેને એકસાથે ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે.

1 વાટકી દહીંમાં 2 ચમચી દેશી ઘી નિક્સ કરીને ખાવું જોઈએ આ માપમાં બન્નેનું મિશ્રણ ખાવાથી જાણો શું લાભ થાય છે.

બાળકો માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે

દહીં અને ઘી સાથે ખાવાથી ભૂખ વધે છે. જો કોઈ વ્યક્તિ કમજોર હોય તો તેણે દરરોજ ઘી અને દહીંના મિશ્રણનું સેવન કરવું જોઈએ. દહીં અને ઘી સાથે ખાવાથી ભૂખ વધે છે, વધારે ખાવાથી નબળાઈ પણ દૂર થાય છે અને વજન વધે છે. ભૂખ ન લાગતી હોય તેવા બાળકોએ ઘી અને દહીંનુ સેવન કરવું જોઈએ

પાચનમાં ફાયદાકારક

દહીં અને ઘી એકસાથે ખાવાથી પાચન સંબંધી અનેક સમસ્યાઓ દૂર થાય છે. દહી-ઘીનું મિશ્રણ ગેસ અને અપચોથી રાહત આપે છે. જો આ બંનેનું રોજ એકસાથે સેવન કરવામાં આવે તો અપચોના કારણે ખાટા ઓડકારની સમસ્યા પણ દૂર થઈ જાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

દહીં અને ઘીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. દહીં અને ઘી એકસાથે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેને ખાવાથી ઈન્ફેક્શનને કારણે થતી બીમારીઓ તમારા પર આસાનીથી હાવી નથી થતી અને તે બીમારીઓ સામે લડે છે.

કામનો થાક દૂર થાય છે

દહીં અને ઘી બંને પોષક તત્વોથી ભરપૂર હોય છે. બંનેને એકસાથે ખાવાથી શરીરને એનર્જી મળે છે અને થાક દૂર થાય છે. જો તેનું રોજ સેવન કરવામાં આવે તો શરીર હંમેશા એનર્જીથી ભરેલું રહે છે. કામ કરવાની ક્ષમતા વધે છે.