Site icon Revoi.in

ભારતે ચોપડાવ્યું તો કેજરીવાલ પર જર્મનીએ પલટી મારી, હવે બોલ્યું- આ આંતરીક મામલો છે

Social Share

નવી દિલ્હી: ઈડી દ્વારા હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હીના કથિત દારૂ ગોટાળામાં સંડોવણીના આરોપ હેઠળ એરેસ્ટ કરાયા હતા. તેના પછી કેટલાક દેશોએ આ મામલામાં ટીપ્પણી કરી હતી. જર્મનીએ પણ પોતાનો અભિપ્રાય દુનિયાની સમક્ષ રજૂ કર્યો હતો. વિદેશ મંત્રાલયે જર્મન દૂતને બોલાવીને ઠપકો આપ્યો હતો. તેના પછી જર્મનીએ આને ભારતનો આંતરીક મામલો ગણાવીને પલટી મારી છે. તેની સાથે આ મામલામાં દખલગીરી કરવાનો ઈન્કાર કર્યો છે.

ગત શનિવારે વિદેશ મંત્રાલયે જર્મન દૂતને સાઉથ બ્લોકમાં બોલાવ્યા અને ભારતના આંતરીક મામલાઓ પર જર્મન પ્રવક્તાના નિવેદનને લઈને ઠપકો આપ્યો. ભારતે તેને અદાલતની સ્વતંત્રતાને કમજોર કરવાની જર્મનીની કોશિશ ગણાવી. તેના પછી જર્મનીએ પોતાનું સ્ટેન્ડ બદલ્યું અને આ આખા પ્રકરણથી ખુદને અલગ કર્યું છે.

જર્મન પ્રવક્તાએ પોતાના તાજેતરના નિવેદનમાં કહ્યુ છે કે ગોપનીય વાતચીતનો રિપોર્ટ તો જાહેર કરી શકાય નહીં, પરંતુ એટલું કહી શકીશ ખે બંને પક્ષોએ સહયોગને વધુ ઘનિષ્ઠ બનાવવામાં ગાઢ રુચિ દર્શાવી છે. ભારતીય બંધારણ પાયાગત માનવાધિકાર અને સ્વતંત્રતાની ખાત્રી આપે છે. અમે એક રણનીતિક ભાગીદાર તરીકે ભારત સાથે આ લોકશાહીના મૂલ્યોને શેયર કરીએ છીએ.

જર્મનીના યૂટર્ન પહેલા ભારતે એ સ્પષ્ટ કરી દીધું છે કે અમેરિકા જેવા લોકતાંત્રિક દેશોને કાયદાની યોગ્ય પ્રક્રિયા પર સાથીદેશો પર ટીપ્પણી કરવામાં ઘણી સાવધાની રાખવી પડશે. ભારતે આ પણ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારના નિવેદનોથી ખરાબ ઉદાહરણ ઉભું થશે.

મહત્વપૂર્ ણછે કે 23 માર્ચે ભારતે જર્મનીના મિશનના ઉપપ્રમુખને તલબ કર્યા હતા અને કેજરીવાલની ધરપકડ પર જર્મન વિદેશ મંત્રાલયની ટીપ્પણી સામે આકરો વાંધો વ્યક્ત કર્યો હતો. જર્મનીના વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યુ હતુ કે કેજરીવાલની ધરપકડને ધ્યાને લેવામાં આવી છે. ભારતીય વિદેસ મંત્રાલયે ત્યારે કહ્યું હતું કે અમે આવી ટીપ્પણીઓને અમારી ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ અને અમારી અદાલતની સ્વતંત્રતાને કમજરો કરવાની હરકત તરીકે જોઈએ છીએ.