Site icon Revoi.in

સરદાર પટેલ ન હોત તો ભારતનો આ નકશો પણ અસ્તિત્વમાં ન હોતઃ અમિત શાહ

Social Share

નવી દિલ્હીઃ દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતિ છે. આ અવસર પર કેન્દ્રીય મંત્રી અમિત શાહે દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં યુનિટી રનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે શપથ પણ લીધા હતા. લોકોને સંબોધતા અમિત શાહે કહ્યું કે દરેકે સંકલ્પ લેવો પડશે કે ભારત વિશ્વમાં સૌથી આગળ રહે.જો સરદાર ન હોત તો આજે ન તો આપણે અહીં ઊભા હોત અને ન તો આ ભારતનો નકશો હોત. આઝાદી પછી અંગ્રેજોએ આ દેશને ટુકડાઓમાં વહેંચી દીધો. જો સરદાર પટેલ ન હોત તો આ દિવસ ન બન્યો હોત. આઝાદીના અમૃત મહોત્સવ પછી આજે પ્રથમ દિવસ છે. આપણે સંકલ્પ લેવો પડશે કે જ્યારે દેશ તેની આઝાદીની શતાબ્દી ઉજવશે ત્યારે ભારત સમગ્ર વિશ્વમાં પ્રથમ હશે.

સોશિયલ મીડિયામાં સરદાર પટેલને યાદ કરીને અમિત શાહે લખ્યું હતું કે, ભારતની કતા અને સમૃદ્ધતા સરદાર વલ્લભભાઈ પટેલજીના જીવનનો એક માત્ર ધ્યેય હતો. તેમણે પોતાની ચટ્ટાન જેવી દ્રઢ ઈચ્છાશક્તિ, રાજનીતિક વિદ્ધતા અને કઠોર પરિશ્રમથી 550થી વધુ રજવાડાઓમાં વિભાજિત ભારતને એક સંગઠિત રાષ્ટ્ર બનાવવાનું કામ કર્યું છે. સરદાર સાહેબનું રાષ્ટ્રને સમર્પિત જીવન અને દેશના પ્રથમ ગૃહમંત્રી તરીકે તેમનું રાષ્ટ્રનિર્માણ કાર્ય આપણને હંમેશા પ્રેરણા આપતા રહેશે. લોખંડી પુરૂષ સરદાર પટેલ જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અને રાષ્ટ્રીય એકતા દિવસપર તમામ દેશવાસીઓને શુભકામનાઓ. દેશના ગૃહ પ્રધાન અમિત શાહની જન્મજ્યંતિની આજે અમદાવાદ સહિત સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુષ્પાજંલી અર્પણ કરી હતી.