Site icon Revoi.in

જો ગાડીના ટાયરમાં આ પરેશાની છે, તો વધી જશે અકસ્માતનું જોખમ

Social Share

ગાડીના ટાયર ખૂબ સંવેદનશીલ હોય છે. જો તેમાં કઈ મુશ્કેલી આવે છે તો પછી પ્રવાસ કરતા અકસ્માતનો ખતરો વધી જાય છે. જો ગાડીના ટાયરમાં તિરાડ આવી જાય છે તો તે કેટલું ખતરનાક હોય છે.

• ટાયરનું ધ્યાન રાખવું જરૂરી

ગાડી, બાઈક, સ્કૂટર કે કોઈ પણ પ્રકારના સાધન છે તો તેના ટાયરનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ઘણીવાર લોકો ટાયર ઘસાઈ જાય એના પછી પણ ચલાવે છે પણ ઘણી વખત ટાયરમાં તિરાડો દેખાય છે. આ તિરાડો કોઈ પણ વાહન માટે ખતરનાક સાબીત થઈ શકે છે.

• સાઈડ વોલ પર આવે છે તિરાડો

સામાન્ય રીતે કોઈ પણ ટાયરમાં સાઈડ વોલ પર તિરાડ આવે છે. આ ખૂબ નાનીથી લઈને મોટી હોઈ શકે છે. થે જ આ ઉંડી અને વધારે ઉંડી પણ હોઈ શકે છે. જો વાહનના ટાયરમાં તિરાડ છે તો ટાયરમાં હવા જલ્દી ઓછી થઈ જાય છે અને વારંવાર હવા ભરવી પડે છે. ઓછી હવા હોય ત્યારે તેને સામાન્ય રીતે જોઈ શકાય છે.

• શું કારણ છે ?
સામાન્ય રીતે મૌસમ, પંચર અને ક્યારેક ટાયરને બનાવવાની પ્રક્રિયામાં ખરાબીને કારણે આ તિરાડ દેખાય છે. ઘણા લોકો નવી કાર, બાઇક કે સ્કૂટર ખરીદે છે પણ તે ઓછા ચલાવે છે. જો લાંબા ટાઈમ સુધી વાહન ધીમે ચલાવવામાં આવે તો ટાયર રબર સુકાઈ જાય છે. રબર સુકાઈ જાય પછી તિરાડો દેખાવા લાગે છે.

જો એક વાર ટાયરમાં તિરાડ પડે પછી તેને સરખુ કરાવી શકાતુ નથી. તેની મરમ્મત એટલા માટે પમ નથી થઈ શકતી કે કેમ કે ચિરાડ ટાયરની સાઈડ વોલ પર હોય છે. અને ત્યા કોઈ પમ વસ્તુથી મરમ્મત કર્યા પછી તે અસરકારક સાબીત નથી થતુ. એટલે કોઈ પણ કંપની કે પંચર વાળો એવા ટાયરની મરમ્મત નથી કરી શકતો.