Site icon Revoi.in

બોર્ડ એક્ઝામનું વધુ પ્રેશર છે તો બાળકોની ડાઈટમાં આ સુપર ફુડ ઉમેરો

Social Share

આપણે જે પણ કંઈ ખાઈએ છીએ, તેની અસર સ્વાસ્થ્ય સાથે સાથે મગજ પર પણ પડે છે. મગજ આપણા શરીરને કંટ્રોલ કરે છે. તેથી તેના માટે હેલ્દી રહેવું ખૂબ જરૂરી છે. જો મગજ હેલ્દી ન હોય તો ક્ષમતા ઓછી થવા લાગે છે. તમારી ડાઈટ સારી હોય તો તમારું મગજ ચાચા ચૌધરી જેટલું જ ઝડપથી કામ કરે છે અને તેની ક્ષમતા પણ વધે છે. જો તમે શાર્પ મગજ તચાહો છો, તો તમારા ડાઈટમાં આ મગજના ખોરાક ઉમેરો કરો.

ડાર્ક ચોકલેટઃ તમે ચોકલેટ ખાવાના શોખીન છો તો ડાર્ક ચોકલેટ ખાવાનું ચાલુ કરો. તેનાથી તમારું મગજ શાર્પ બને છે. ડાર્ક ચોકલેટમાં કેફીન અને ફ્લેવોનોઈડ્સ સહિત ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. ફ્લેવોનોઈડ્સ તમારી શીખવાની અને યાદશક્તિમાં વધારો કરે છે. એક રિસર્ચ મુજબ ડાર્ક ચોકલેટ ખાવાથી બૌદ્ધિક પરીક્ષા પાસ કરવાની ક્ષમતા પણ વધે છે.

હળદરઃ હળદરના ઉપયોગથી ઘણા પ્રકારની બીમારીઓ દૂર થાય છે. આયુર્વેદમાં પણ તેના અનેક ગુણ બતાવ્યા છે. પણ તમે જાણો છો, હળદર મગજને આઈન્સ્ટાઈન જેવું બનાવી શકે છે. હળદરમાં જોવા મળતું કર્ક્યુમિન કમ્પાઉન્ડ મગજને તેજ બનાવે છે એટલું જ નહીં પણ અલ્ઝાઈમર અથવા ડિમેન્શિયા જેવા ભૂલવાની બીમારીને પણ દૂર કરે છે.

બદામ: તમારું મગજ ઓછું કામ કરતું હોય તો તમને ઘણીવાર બદામ ખાવાની સલાહ આપવામાં આવે છે. મગજને તેજ બનાવવામાં બદામ ખૂબ જ અસરકારક છે. ઘણા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે તે મગજ અને હૃદયના સ્વાસ્થ્યમાં કમાલનો સુધારો લાવે છે.