Site icon Revoi.in

જો તમને પણ ગરમા ગરમ ચા-કોફી પીવાની આદત છે,તો જાણીલો શું થાય છે નુકશાન

Social Share

ઘણા લોકોને ગરમાં ગરમ ચા પીવાની આદત હોય છે તો ઘણા લોકોને કોફી ગરમ પીવાની આદત હોય છે જો કે કોફી હોય કે ચા જો તને એકદમ ગરમા ગરમ પીવામાં આવે તો ઘણુ નુકશાન થાય છે,પહેલા તો આપણી જીભ દાઝવાનો ભય રહે છે અને જીભ દાઝી જાય છે તો 3 થી 4 દિવસ સુધી જીભમાં કોઈ પણ ભોજનનો સ્વાદ આવતો નથી, આ સાથે જ પેટમાં એસિટીડી થવાની શક્યતાઓ વધે છે,ગરમા ગરમ પીણા પેટમાં જતાની સાથે જ પેટમાં બળતરા થવા લાગે છે.

જો તમને પણ ગરમા ગરમ કોફી કે ચા પીવાની આદત હોય તો સુધારી લેજો, કોઈ પણ ગરમ પીણાને થોડા ઠંડા થયા બાદ જ પીવા જોઈએ કારણ કે એક રિસર્ચ પ્રમાણે ગરમ પીણા સીધે સીધા પેટમાં જતાની સાથે અન્નનળીનું કેન્સર થવાનું જોખમ પણ રહે છે.આ વાત ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ ના રિસર્ચમાંથી જાણવા મળ્યું છે.

ગળાનું કેન્સર અથવા અન્નનળીનું કેન્સર ત્યારે થાય છે જ્યારે કોરોઇડમાં અસામાન્ય કોષો અનિયંત્રિત રીતે વધે છે. અન્નનળીને ખોરાકની નળી પણ કહેવામાં આવે છે, જ્યારે આ નળી ખોરાકને મોંમાંથી પેટમાં લઈ જાય છે. જ્યારે મોટાભાગના લોકો 60 ની નજીક પહોંચે છે ત્યારે તે શોધી કાઢવામાં આવે છે. આ કેન્સર ભારતમાં છઠ્ઠું સૌથી સામાન્ય કેન્સર છે અને વિશ્વનું આઠમું સૌથી સામાન્ય કેન્સર છે. ભારતમાં દર વર્ષે લગભગ 10 લાખ કેસ નોંધાય છે.

ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સર દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધુ પડતી ગરમ કોફી અને ચા પીવાથી અન્નનળીનું કેન્સર થઈ શકે છે. વધુ પડતી ગરમ ચા અને કોફી પીવાથી માત્ર કેન્સર જ નથી થતું પરંતુ શરીરને બીજી ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. આ ચા અને કોફીને સામાન્ય માત્રામાં લઈને તેને ઠંડુ કરીને પીવું જોઈએ.