Site icon Revoi.in

લેપટોપની બેટરી લાઈફ લાંબી ઈચ્છતા હોય તો આટલી આદતો છોડજો, મળશે ફાયદો

Social Share

જો આપના લેપટોપમાં બેટરી લાઈફ સારી કરવા માંગતો હોય તો કેટલીક વતોનું ધ્યાન રાખવું જોઈએ. આજે મોટાભાગના લેપટોપ લિથિયમ આયન બેટરીની સાથે આવે છે. આવા લેપટોપની બેટરી લાઈફ પહેલા તો સારી ચાલે છે પરંતુ બાદમાં ધીમે ધીમે તેમાં સમસ્યા આવે છે. લેપટોપની બેટરી વધારે ચાલે એટલા માટે આટલી વસ્તુઓનું ઘ્યાન રાખો.

આખી રાત લેપટોપને ચાર્જ ના કરોઃ સામાન્ય રીતે લોકો આરામના દિવસે કામ કરે છે અને આખો દિવસ લેપટોપ ચાર્જમાં મુકી દે છે. જો તમે પણ આવુ કરતા હોય તો આ આદતને સુધારી લો. આ આદત આપના લેપટોપની બેટરી લાઈફને ઓછી તથા પૂરી રીતે ખતમ કરી શકે છે.

લેપટોપ ચાર્જ કરવાની જગ્યાઃ જે જગ્યા ખુલ્લી ન હોય ત્યાં લેપટોપને ચાર્જ ન કરો. લેપટોપને હંમેશા ખુલ્લી જગ્યામાં જ ચાર્જ કરો. લેપટોપને ગરમ જગ્યાએ ચાર્જ કરવાનું ટાળો.

બેટરીને સંપૂર્ણપણે ચાર્જ કરશો નહીં: તમારા લેપટોપની બેટરીને 20-80 ટકા સુધી ચાર્જ કરો. ધ્યાનમાં રાખો કે બેટરી 20 ટકાથી ઓછી ન હોવી જોઈએ અને ન તો 80 ટકાથી વધુ હોવી જોઈએ. બેટરીને 100 ટકા ચાર્જ કરવાનું ટાળો. ઘણા લોકો આવા હોય છે અને બેટરી ભરાઈ ગયા પછી પણ તેને ચાર્જ કરતા રહે છે. આ આદત સારી નથી.

ચાર્જરની પસંદગી: લેપટોપને કોઈપણ ચાર્જરથી ચાર્જ કરશો નહીં. જો શક્ય હોય તો, ફક્ત મૂળ ચાર્જરથી જ ચાર્જ કરો અથવા તમારા લેપટોપ માટે યોગ્ય હોય તે જ ચાર્જર પસંદ કરો એટલે કે તમારું લેપટોપ સપોર્ટ કરે છે તે જ વોલ્ટનું બીજું ચાર્જર વાપરો.

ચાર્જ કરતી વખતે ઉપયોગ ન કરો: ઘણા લોકો ચાર્જ કરતી વખતે તેમના લેપટોપનો ઉપયોગ કરે છે પરંતુ આ સારી પ્રથા નથી. તેનાથી બેટરીની લાઈફ બગડે છે. લેપટોપ ચાર્જ થયા પછી જ તેનો ઉપયોગ કરો તો સારું રહેશે.