Site icon Revoi.in

ગ્લોબલ વોર્મિંગની અસર દિલ્હી ઉપર જોવા મળી, નવેમ્બરમાં ગરમીએ તોડ્યો 13 વર્ષનો રેકોર્ડ

Social Share

નવી દિલ્હીઃ સવાર અને સાંજની ઠંડક બાદ હવે બપોર બાદ વધતી ઠંડી પણ પાટનગરમાંથી ગાયબ થતી જોવા મળી રહી છે. નવેમ્બરમાં પ્રદૂષણથી પીડિત લોકો પરસેવો પાડી રહ્યા છે, હવે ગરમીએ 13 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. નવેમ્બરમાં મહત્તમ તાપમાન સોમવારે 33 ડિગ્રીએ પહોંચી ગયું હતું. અગાઉ 2008માં તે 33.5 ડિગ્રીએ પહોંચ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તેનું કારણ પ્રદૂષણ અને પવનમાં ફેરફાર છે. આ ગરમી લાંબો સમય ચાલશે નહીં.

સુત્રોના જણાવ્યા અનુસાર, રાજધાનીમાં મહત્તમ તાપમાન વધીને 33 ડિગ્રીએ પહોંચ્યું હતું. લોદી રોડમાં 33.4, ગુરુગ્રામમાં 33.4, જાફરપુરમાં 33, નજફગઢમાં 34.3, પિતામપુરામાં 34.6, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 34.5 ડિગ્રી તાપમાન હતું. રાજધાનીમાં પીતમપુરા સૌથી ગરમ રહ્યું હતું. અહીં તાપમાન સામાન્ય કરતા 5 ડિગ્રી વધુ હતું. લઘુત્તમ તાપમાન 3 દિવસ પહેલા જ વધવાનું શરૂ થઈ ગયું છે. સોમવારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી હતું. તે પણ સામાન્ય કરતાં 3 ડિગ્રી વધુ હતું. પાલમમાં લઘુત્તમ તાપમાન 19.5, ગુરુગ્રામ 18.1, ગાઝિયાબાદ 18.9, જાફરપુર 18.7, મંગેશપુર 17.7, નજફગઢ 21.7, પીતમપુરા 21.8, CWG સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 21.3 અને મયુર વિહાર 19.1 ડિગ્રી સેલ્સિયસ હતું. પિતામપુરામાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 8 ડિગ્રી વધુ રહ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. એટલું જ નહીં આ દેશો દ્વારા પ્રદુષણને અટકાવવા માટે ભારે મનોમંથનની સાથે કામગીરી કરવામાં આવી રહી છે.