Site icon Revoi.in

કૉંગ્રેસના ઘોષણાપત્રમાં મુસ્લિમ લીગની છાપ: સહારનપુરમાં પીએમ મોદીના ભાષણની 7 મોટી વાત

Social Share

સહારનપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સહારનપુરમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 19 એપ્રિલે સહારનપુરમાં મતદાન થશે. ભાજપે પૂર્વ સાંસદ રાઘવ લખનપાલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે માજિદ અલી બીએસપીના ઉમેદવાર છે. ઈમરાન મસૂદ સપા-કોંગ્રેસ ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરી પણ હાજર રહ્યા.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે સાથીદારો 10 વર્ષ પહેલા હું ચૂંટણી સભા માટે સહારનપુર આવ્યો હતો. ત્યારે મેં ગેરેન્ટી આપી હતી કે દેશને ઝુકવા નહીં દઉં. તમારા આશિર્વાદથી દરેક પરિસ્થિતિને બદલીશ. નિરાશાને આશામાં બદલીશ. તમે લોકોએ તમારા આશિર્વાદમાં કોઈ કમી રહેવા દીધી નથી અને મોદીએ પોતાની મહેનતમાં કોઈ કોર કસર છોડી નથી. ત્યારે કોંગ્રેસ સરકારે ભારતની છબીને એક ભ્રષ્ટ અને કમજોર દેશની બનાવીને રાખી દીધી હતી. પરંતુ હવે તમારા વોટની શક્તિથી આખી દુનિયામાં દેશનો ડંકો વાગી રહ્યો છે.

કોંગ્રેસના ઘોષણાપત્રમાં ઉલ્લેખ, જાણો બંધારણીય ન્યાય હેઠળ શું-શું વાયદા કરાયા?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએપોતાના સંબોધનમાં કહ્યુ કે કોંગ્રેસની સ્થિતિ તો વધુ વિચિત્ર છે, કોંગ્રેસને તો ઉમેદવાર જ મળી રહ્યા નથી. જે બેઠકોને કોંગ્રેસ પોતાના ગઢ માનતી હતી, ત્યાં પણ તેને ઉમેદવાર ઉતારવાની હિંમત થઈ રહી નથી. એટલેકે ઈન્ડી ગઠબંધન અસ્થિરતા અને અનિશ્ચિતતાનું બીજું નામ બની ચુક્યુ છે. માટે દેશ આજે તેમની એકપણ વાતને ગંભીરતાથી લઈ રહ્યો નથી. તમને યાદ હશે, અહીં ઉત્તરપ્રદેશમાં 2 યુવકોની જે ફિલ્મ ગત વખતે ફ્લોપ થઈ ચુકી છે, તે 2 યુવકોની ફિલ્મોને આ લોકોએ ફરીથી રિલીઝ કરી છે. મને સમજમાં આવતું નથી કે કાઠની આ હાંડીને આ ઈન્ડી ગઠબંધનવાળા કેટલીવાર ચઢાવશે.

કોંગ્રેસના ઘોષણાપત્રમાં મુસ્લિમ લીગની છાપ

પીએમ મોદીએ કહ્યુ છે કે આઝાદીની લડાઈ લડનારી કોંગ્રેસ તો દશકાઓ પહેલા જ સમાપ્ત થઈ ચુકી છે. હવે જે કોંગ્રેસ બચી છે, તેમની પાસે ન દેશહિતમાં નીતિઓ છે અને ન તો રાષ્ટ્ર નિર્માણનું વિઝન. કાલે કોંગ્રેસે જે પ્રકારનું ઘોષણાપત્ર જાહેર કર્યું છે, તેનાથી સાબિત થાય છે કે આજની કોંગ્રેસ, આજના ભારતની આશાઓ-આકાંક્ષાઓથી સંપૂર્ણપણે કપાય ચુકી છે. કોંગ્રેસના ઘોષણાપત્રમાં તે માનસિકતા ઝળકે છે, જે આઝાદીના આંદોલન સમયે મુસ્લિમ લીગમાં હતી. કોંગ્રેસના ઘોષણાપત્રમાં સંપૂર્ણપણે મુસ્લિમ લીગની છાપ છે અને તેનો જે કેટલોક હિસ્સો બચી ગયો, તેમાં ડાબેરી સંપૂર્ણપણે હહાવી થઈ ચુકી છે. કોંગ્રેસ આમા દૂરદૂર સુધી દેખાય રહી નથી.

ઈન્ડી અલાયન્સના લોકો શક્તિને પડકારી રહ્યા છે

તેમણે કહ્યુ છે કે માટે આજે હિંદુસ્તાનના દરેક ખૂણાથી એક અવાજ આવી રહ્યો છે. મહિલાઓ પણ બોલી રહી છે, વૃદ્ધો પણ બોલી રહ્યા છે. ગામડાં પણ બોલી રહ્યા છે, શહેર પણ બોલી રહ્યા છે- પછી ફરી એકવાર મોદી સરકાર. 2024ની ચૂંટણી માત્ર સરકાર બનાવવાની ચૂંટણી નથી. પરંતુ આ ચૂંટણી વિકસિત ભારત બનાવવા માટે છે. નામ લીધા વગર રાહુલ ગાંધી પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યુ કે આપણું આ સ્થાન મા શક્તિનું સ્થાન છે, આ મા શક્તિની સાધનાનું સ્થાન છે અને હિંદુસ્તાનના દરેક ખૂણામાં શક્તિ ઉપાસના આપણી સ્વાભાવિક, આધ્યાત્મિક યાત્રાનો ભાગ છે. આપણે તે દેશ છીએ, જે કોપણ શક્તિ ઉપાસનાને નકારતો નથી. પરંતુ આ દેશનું દુર્ભાગ્ય છે કે ઈન્ડી અલાયન્સના લોકો પડકારી રહ્યા છે કે તેમની લડાઈ શક્તિની વિરુદ્ધ છે. જે-જે લોકોએ શક્તિને નષ્ટ કરવાની કોશિશ કરી છે, તે સૌનો શું હાલ થયો છે, આ ઈતિહાસ અને પુરાણોમાં અંકિત છે.

ભાજપ રાજનીતિ નહીં, પરંતુ રાષ્ટ્રનીતિ પર ચાલે છે

પીએમ મોદીએ કહ્યુ છે કે આજે ભાજપનો સ્થાપના દિવસ છે. ઘમાં ઓછા દશકાઓમાં જ ભાજપની સાથે રેકોર્ડ સંખ્યામાં આપણા દેશવાસી જોડાયા છે. ભાજપે લોકોનો ભરોસો જીત્યો છે. ભાજપે લોકોના દિલ જીત્યા છે. તેનું સૌથી મોટું કારણ છે કે ભાજપ રાજનીતિ નહીં, રાષ્ટ્રનીતિ પર ચાલે છે. ભાજપ માટે રાષ્ટ્ર પ્રથમ છે, આ ભાજપનું સૂત્ર નહીં પણ અમારું આર્ટિકલ ઓફ ફેથ છે. કોંગ્રેસની સરકારો જેઘણાં દશકાઓમાં કરી શકી નથી, તે ભાજપે 10 વર્ષમાં કરીને દેખાડયું છે. માટે જ આખો દેશ કહી રહ્યો છે કે 4 જૂન, 400 પાર.

ઈન્ડિયા જૂથ કમિશન માટે, એનડીએ મિશન માટે-

પીએમ મોદીએ કહ્યુ છે કે કોંગ્રેસ જેટલા વર્ષ સત્તામાં રહી, તેણે કમિશન ખાવાને પ્રાથમિકતા આપી. તેમણે કહ્યુ છે કે ઈન્ડી અલાયન્સ કમિશન માટે છે. જ્યારે એનડીએ મોદી સરકાર મિસન માટે છે. અયોધ્યામાં રામલલાનું ભવ્ય મંદિર, ચૂંટણી ઘોષણા નહીં, પરંતુ અમારું મિશન રહ્યું છે. આ વર્ષે રામનવમીમાં આપણા પ્રભુ રામ ટેન્ટમાં નહીં, પરંતુ ભવ્ય મંદિરમાં દર્શન આપશે. ભારતને એક મજબૂત દેશ બનાવવો ભાજપની પ્રતિબદ્ધતા છે. એટલે કે જેવીભાજપની નિયત છે, જેવી નિષ્ઠા છે, નીતિઓ પણ તેવી જ બને છે. માટે આજે દરેક હિંદુસ્તાની અનુભવથી કહી રહ્યો છે કે નિયત યોગ્ય, તો પરિણામ યોગ્ય. ભાજપ દેશના દરેક નાગરિકની પરેશાની ઓછી કરી રહ્યું છે. દરેક માટે નવો અવસર બની રહ્યો છે.

યોગી હોય કે મોદી, કહે છે – લોકલ ફોર વોકલ

તેમણે કહ્યુ છે કે સહારનપુરના લાકડાને નક્શીકામ અને અહીંના લોકોના કૌશલની ખ્યાતિ તો દૂરદૂર સુધી છે. માટે યોગીજી હોય અથવા મોદી, અમને આપનું ધ્યાન છે. માટે અમે બંને એકવાત વારંવાર કહી છીએ કે વોકલ ફોર લોકલ. આ ક્ષેત્ર પોતાના કૃષિ ઉત્પાદકો માટે પણ ઓળખવામાં આવે છે. ગત 10 વર્ષથી અમારી સરકાર સતત પોતાના ખેડૂત ભાઈઓ માટે કામ કરી રહી છે. ખેડૂતોની નાની-નાની જરૂરતને લઈને અમારી સરકાર સંવેદનશીલ છે. આજે દેશમાં નાના ખેડૂતોને પીએમ કિસાન નિધિ દ્વારા મદદ કરાય રહી છે. એકલા અહીં સહારનપુરમાં જ 3 લાખથી વધારે ખેડૂતોના ખાતામાં 860 કરોડ રૂપિયા સીધા મોકલવામાં આવ્યા છે.

સમાજવાદી પાર્ટીને દર કલાકે પોતાના ઉમેદવાર બદલવા પડી રહ્યા છે-

પીએમ મોદીએ કહ્યુ છે કે દુનિયાના ઘણાં દેશોમાં યૂરિયાની એક બોરી 3 હજાર રૂપિયામાં મળે છે. આપણે ત્યાં ખેડૂતોને યૂરિયાની એક બોરી ત્રણસોથી પણ ઓછા ભાવે મળે છે. અમે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના મિશનમાં લાગેલા છીએ. તો બીજી તરફ અમારા વિરોધી સત્તા મેળવવા માટે તડપી રહ્યા છે. હું દેશની પહેલી એવી ચૂંટણી જોવું છું કે જ્યાં વિપક્ષ જીતનો દાવો કરી રહ્યું નથી. પરંતુ વિપક્ષ માત્ર એઠલા માટે ચૂંટણી લડી રહ્યું છે, જેથી ભાજપની બેઠકો 370થી ઓછી કરી શકાય અને એનડીએને 400થી ઓછી બેઠકો મળી શકે. સમાજવાદી પાર્ટીની સ્થિતિ તો એ છે કે અહીં તેને દર કલાકે પોતાનો ઉમેદવાર બદલવો પડી રહ્યો છે.