Site icon Revoi.in

ભારતીય કુટનીતિની જીતઃ ઈરાનમાં જપ્ત જહાજના 17 ભારતીયો પૈકી એક મહિલા સ્વદેશ પરત ફરી

Social Share

બેંગ્લોરઃ ઈરાનના કબ્જાવાળા ઈઝરાયલી અરબપતિના જહાજમાં સવાર 17 ભારતીયોમાં સામેલ કેરળની એન ટેસા જોસેફ સુરક્ષિત ભારત પરત આવી છે. કેરળના ત્રિશૂરમાં રહેનારી એન ટેસા કોચીન હવાઈ એરપોર્ટ પહોંચી હતી. જ્યાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એન ટેસા જોસેફ પરત ભારત ફરવી તે ભારત સરકારની કુટનીતિની જીતના રૂપમાં જોવામાં આવી રહી છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, તેહરાનમાં ભારતીય મિશન કન્ટેનર જહાર પર બચેલા 16 જેટલા ભારતીય ક્રુ મેમ્બરના સતત સંપર્કમાં છે. જહાજ હાલ ઈરાનના નિયંત્રણમાં છે. ચાલક દળના સભ્યો સલામત છે અને તેઓ પોતાના પરિવારજનોના સમર્કમાં છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, અન્ય ભારતીયોના સ્વદેશ વાપસી માટે ભારતીય મિશન ઈરાની અધિકારીઓના સતત સંપર્કમાં છે. આ સભ્યો ઝડપથી ભારત પરત ફરશે. આ પહેલા વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરએ આ મામલે પોતાના ઈરાની સમકક્ષ વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાહિયન સાથે વાત કરી હતી. બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની હાલની સ્થિતિ ઉપર ચર્ચા કરી હતી તેમજ તણાવથી બચવાના મહત્વ ઉપર જોર અપાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ-હમાસ યુદ્ધને પગલે દુનિયાના મોટાભાગના દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. બીજી તરફ ઈરાન આડકતરી રીતે હમાસના આતંકવાદીઓને સમર્થન આપી રહ્યું છે. આ ઉપરાંત દરિયામાં ઈરાન સમર્થિત આતંકવાદીઓની ચાંચિયાગીરી વધી છે. તાજેતરમાં જ આ આતંકવાદીઓએ ઈઝરાયલી નાગરિકની માલિકીનું જહાજ જપ્ત કર્યું હતું. આ જહાજમાં ક્રુ મેમ્બરમાં 17 જેટલા ભારતીય નાગરિકો હતો. જેથી ભારત સરકારે પોતાના નાગરિકોને મુક્ત કરાવવા અભિયાન શરૂ કર્યું છે.