Site icon Revoi.in

પહેલાની ફિલ્મોમાં ખલનાયકોની બેકસ્ટોરી ન હોવાથી દર્શકો તેમને નફરત કરતા હતાઃ પ્રેમ ચોપરા

Social Share

મુંબઈઃ પીઢ અભિનેતા પ્રેમ ચોપરા બોલિવૂડમાં વિલનની ભૂમિકા ભજવવા માટે પ્રખ્યાત છે. તેમણે હિન્દી ફિલ્મોમાં ઘણા ખતરનાક પાત્રો ભજવ્યા છે. ફિલ્મ ‘બોબી’નો ડાયલોગ ‘પ્રેમ નામ હૈ મેરા, પ્રેમ ચોપરા’ આજે પણ દર્શકોને યાદ છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન, અભિનેતા હિન્દી ફિલ્મોમાં વિલનની ભૂમિકા વિશે ખુલીને વાત કરી હતી.

પ્રેમ ચોપરા જ્યારે પણ પડદા પર આવ્યા ત્યારે દર્શકો વિચારવા મજબૂર થઈ ગયા કે કંઈક ખોટું થવાનું છે. આ વિષય પર વાત કરતા પ્રેમ ચોપરાએ જણાવ્યું હતું કે, બોલિવૂડમાં પહેલા હીરો માત્ર હીરોની ભૂમિકા જ ભજવતા હતા અને માત્ર વિલન જ નેગેટિવ રોલમાં જોવા મળતા હતા. હવે જમાનો બદલાયો છે, આજકાલ માત્ર હીરો જ વિલનની ભૂમિકા ભજવતા જોવા મળે છે.

પ્રેમ ચોપરાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘તમે જુઓ, શાહરૂખ ખાને પોતે ફિલ્મ ‘ડર’માં વિલનની ભૂમિકા ભજવી છે. હૃતિકથી લઈને આમિર ખાન પણ વિલનની ભૂમિકામાં જોવા મળ્યા છે. અમારા જમાનામાં વિલન માત્ર નેગેટિવ રોલ જ કરતો હતો. સ્ક્રીન પર આવતાની સાથે જ દર્શકોને શંકા હતી કે હીરો સાથે કંઈક ખોટું થશે, પરંતુ હવે સમય સાથે બધું બદલાઈ ગયું છે.

પ્રેમ ચોપરાએ ‘કટી પતંગ’, ‘બોબી’, ‘હરે કૃષ્ણા હરે રામ’ અને ‘ડોલી’ જેવી સુપરહિટ ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી છે. પ્રેમ ચોપરાએ વધુમાં જણાવ્યું કે, ‘સૌથી પહેલા તમારે આજના વિલન અને મારા સમયની ફિલ્મોમાં દેખાતા વિલન વચ્ચેનો તફાવત સમજવો જોઈએ. આજના વિલનની બેકસ્ટોરી છે. ઉદાહરણ તરીકે, ફિલ્મ ‘એનિમલ’માં રણબીરનું પાત્ર નકારાત્મક બન્યું કારણ કે તેના પિતા પર હુમલો થયો હતો. અમારા જમાનામાં ખલનાયક પાત્રોની કોઈ બેકસ્ટોરી ન હતી, તેથી દર્શકો અમને નફરત કરતા હતા અને આજના વિલન દર્શકોને સારા લાગે છે.